વણબોલ્યું જે સુણે રે,
વસતો દિલના ખૂણે રે..
તરસ્યા મુજ નૈન રે,
હૈયે શે’ રહે ચૈન રે..
શોધું “કાળિયોનાથ” રે,
ધોળ-કીર્તન છે સાથ રે..
વિસરી ખાન-પાન રે,
હરિદર્શન એ જ જ્ઞાન રે..
છોડું સર્વે નામ-ઠામ રે,
જાવું હરિને જ ગામ રે..
…………………………………………………….. _આરતી