Archive | September 21, 2012

સાલ્લી લાગણી..

આંખો આંખોની એ મુલાકાત કેવી ઘેલી નીકળી,
બંધ આંખોએ દિલ પર એની જ હથેલી નીકળી,
અંત સમયે પણ આશ કે ઉકેલાશે જ આ પહેલી
માણસની લાગણી જ સાલ્લી મેલીઘેલી નીકળી.
………………………………………………………….._આરતી(૨૧.૯.૨૦૧૨)

સંભારણા…

તારી સાથે રેતમાં છાપેલાં પગલાંને અડક્યાનો ભ્રમ,

સિગારેટના કશમાં ફૂંકાતી યાદ બની ગયો નિત્યક્રમ. 

સંભારણાના જ શ્વાસોચ્છવાસ સડેલાં ફેફસાંનો છે ક્રમ, 

જીવવું હવે મારી લાગણીઓને બનાવી થોડી ચક્રમ.
……………………………………….._આરતી(૨૯.૫.૨૦૧૨)

Image