Archives

“રોતી રાધા”

ઉપવને વિહરતી વિચારે ચડી,
શહેરે વસતી મુજ આચારે લડી,

જાતને શોધતી જીવવા મથતી
કરમાતી વેલી થડીયાને કનડી ?!

વિચાર વૃક્ષે આજ પાનખર બેઠી
કાગળની સફેદી કાં’ ન પરવડી ?!

કાંકરીચાળો કરી વમળો સર્જે, જો
નદીની માસુમિયત વહેણે આભડી !!

પથરો, પથ્થર ટાંકી ‘ઈશ’ને સર્જે ?!
‘આરતી’ ટાણે’ય રોદણું રોતી જડી. _આરતી

રાતપાળી

Image

આજ હોંઠો એ હડતાલ પાળી છે

એટલે જ, આંખો ની રાતપાળી છે,

જોવી’તી દિવસે દુનિયા રૂપાળી

એટલે જ, ચૌદસે રાત કાળી છે,

પ્રભુ પ્રસાદે છપ્પનભોગ થાળી

એટલે જ, મંદિરે લોખંડી જાળી છે,

ખોખલા સમાજે પુરુષ થયો વનમાળી

એટલે જ, તો પ્રેમિકા હવે ઘરવાળી છે,

નરી આંખે દુનિયાની રીત કેવી નિરાળી

એટલે જ, “આરતી” એ અહી જાત બાળી છે.

…………………………………………………………. _આરતી