Archives

कोहरा

क्षणिका

हंगामा मचा दिया
सोशियल मिडिया पर..
.
कोहरे की रात
फूटपाथ पे सोये
रातभर ठिठुरते
मजदूरों की
दरिद्रता पर
लिखी कविता ने..
.
जो,
कवि ने पोस्ट कि थी..
.
स्मार्टफोन से
हिटर के सामने बैठे।
_आरती परीख २३.१२.२०२१

अंतिम यात्रा

उनकी
अंतिम यात्रा में
गांव गांव से
लोग उमड़ आये।
जिसका
मृत्यु हुआ था,
अकेलेपन से
तंग आकर
आत्महत्या करके…!

  • आरती परीख ११.१२.२०२१

એની
અંતિમયાત્રામાં
ગામેગામથી
લોકો ઉમટી પડ્યા.
જેનું
મૃત્યુ થયું હતું,
એકલતાથી કંટાળી
આપઘાત કરીને…!
_ આરતી પરીખ

હૈયાવરાળ હાઈકુ

જીવી રહ્યાં સૌ,
આધુનિક જિંદગી,
મન મારીને.
. . . . . . . . .
ધાબે તડકો,
કોંક્રીટ રસ્તો, ખગ
વૃક્ષ શોધતો.
. . . . . . . . .
વૃક્ષોને વાઢી,
પેન્સિલ ધાર કાઢી,
ફૂલડાં દોરો.
. . . . . . . . 
ડુંગરા તોડી,
સજીધજી રિસોર્ટ,
હંકારો હોડી.
. . . . . . . . .
ડુંગરા ફોડ્યાં,
નદી ઝરણાં રોળ્યાં,
વાહનો દોડ્યાં
~~~~~~~~~~~
આરતી પરીખ
૨૬.૫.૨૦૧૫

“મને’ય લાગ્યો પ્રેમરોગ……”

કંકુ-કાજળ ને છે ઘુંઘરીયું નાડું નહેરી,
પરણ્યાને કરું પાણીપાણી સાડી પહેરી,

નફફટ થઈ ઇશારા કરે પાછું વળીવળી
મને’ય લાગ્યો પ્રેમરોગ છે માદક ઝહેરી….
~~
સાસુ મારી આળસુ ને આમેય થોડી બહેરી,
ખાટલે સુતો સસરો છે મનનો સાવ લહેરી,
વાસીદું શે’ કાઢું, આ નવી સાડી પહેરી ?!
મને’ય લાગ્યો પ્રેમરોગ છે માદક ઝહેરી….
~~
જેઠિયો મારો જમાદાર આ ઘરનો છે પહેરી,
જાડી જબરી જેઠાણી આજ લાગે છે મહેરી,
ઠામડાં શે’ માન્જું, આ ભારે સાડી પહેરી ?!
મને’ય લાગ્યો પ્રેમરોગ છે માદક ઝહેરી….
~~
નણંદી નખરાળી કામ વધારે એવી કહેરી,
દિયરીયાને બાવડે ટેટું, છે રંગીલો શહેરી,
કપડાં શે’ ધોવા, આ રંગીલી સાડી પહેરી ?!
મને’ય લાગ્યો પ્રેમરોગ છે માદક ઝહેરી….
~~
કંકુ-કાજળ ને છે ઘુંઘરીયું નાડું નહેરી,
પરણ્યાને કરું પાણીપાણી ?! રાતી સાડી પહેરી,

કામણ કરીશ એવું, અન્ન થાય એનું વેરી
મને લાગ્યો એવો પ્રેમરોગ છે માદક ઝહેરી….
………………………………………………. _આરતી(૧૬.૫.૨૦૧૨)

ગરબો ઘૂમ્યો રાતો રાતો …………………

એ એ એ એ એ ..હાલો ઓ ઓ ઓ ઓ ….

ગરબો ઘૂમ્યો રાતો રાતો …………………

એ હાલો રે હાલો ઓ ઓ ઓ ઓ ઓ ઓ ….

નોરતે હોય માતાજીની જ વાતો,

ખાય ભલે રોજ કો’કની લાતો,

ઓઢણી  ઉડે થાય રાતો રાતો

‘ગરબો રચ્યો’ કહી જુવાનીયો ગાતો…નોરતે…

ગરબામાં હોય લફરાની જ વાતો,

મળી ગયો અફવાઓને ય નાતો,

ફેસબુકે ઘુમી થાય રાતો રાતો

પાઘડી પહેરી મારી જાય લાતો……નોરતે….

બનાવી બેસે અમસ્તામાં નાતો

chatમાં કરે મીઠી મીઠી વાતો,

નવરા ol રહે રાતોની રાતો,

chatbox  બન્યું લવારાની જાતો…નોરતે…

નવલી રાતે રોજ સનેડો ગાતો,

લાળ ટપકાવતો પછેડો વા’તો,

રમઝણિયું રમે રાતોની રાતો

નવરાત્રી સરે ભૂલી જાય વાતો….નોરતે….

ગરબે ઘુમી આડુંઅવળું  ખાતો,

રાખ્યો એમ બીમારીથી નાતો,

નાક છીંકી થાય રાતો રાતો,

તાવમાં તપી દવાખાને જાતો…નોરતે….

માતાજીના નામમાં લથડિયું ખાતો,

ગોટાળે ચડ્યો ને પડી જતી લાતો,

તો’ય ગરબો ઘુમતો રાતો રાતો,

માતાજી’ય માણે ઉજાગરાની રાતો….નોરતે…

જવાનીના જોશે હોંશ ખોઈ દેતો,

ભૃણહત્યા કરી  હાશકારો લેતો,

ફરી આવશે નોરતાની રાતો,

માતાજી’ય ભુલશે જૂની સૌ વાતો……

……………………..નોરતે હોય માતાજીની જ વાતો…

…………………………….આરતી(૪.૧૦.૨૦૧૧)

“સ્ત્રી” ની જાત…… “પુરુષ” ને પ્રણામ…!!

સિહ જેવો છે આ “પુરુષ”,

વનરાજ ના નામે જાણીતો,

પરણી ને કહે, “પતિ થયો”

સુહાગરાત ગઈ, “પતી ગયો”..!!!!!!!!

જો તો, કેવો પરણી ગયો…..

ગરીબડી ગાય જેવી “સ્ત્રી”,

લજામણી ને પણ લજ્જા આવે તેવી..!

પ્રેમ થયો આ “પુરુષ”થી…પરણી ગઈ.

સિહણ જેવી “પત્ની” થઇ…???????

કુટુંબ કેરી “વહુરાણી” થઇ,

પિયુ ની તો “રાતરાણી” થઇ,

‘સ્ત્રી’જાત ની “જાગરાણી” થઇ…

ને, જો આજે સમાજમાં…

કેવી..”નારી” માંથી “સન્નારી” થઇ…!!

અમસ્તા જ……

“પુરુષ”ના દિલ ની “પટરાણી” થઇ…???!!!?

પુરુષ….”પતિ” બની “પતી” ગયો………..

સ્ત્રીને ….”નારી” માંથી “સન્નારી” બનાવી ગયો…!!!!!!!!

એટલે જ તો કહું છું,

“સ્ત્રી” ની જાત………”પુરુષ” ને પ્રણામ…….!!!!!!!!!!!!! _આરતી (૨૦.૧.૨૦૧૧)