Archives

સહૃદયી

કાં’ આટલું વળગણ તું વધારે છે?!
એમાં જ તો પળોજણ પધારે છે,
કેટકેટલાંને જવાબ આપતાં ફરીશું?
લોકનજર છે; મનગમતું એ ધારે છે.
_

આરતી પરીખ

Love

અમસ્તાં રસ્તે મળ્યાં ને પરિચય થયો હશે,
સર્યા શબ્દો; વાતવાતમાં વિષય બન્યો હશે,
ક્ષિતિજે બેઠા સૂર્ય સમો મલક્યો’તો જરીક
આંખોઆંખોમાં એમ જ પ્રણય પાંગર્યો હશે…..
_ આરતી પરીખ (૧૦.૯.૨૦૧૫)

તારુણ્ય

સ્પર્શી તીરછી તીખી નજર,
ખડકે અફળાતી એ લહર,
વમળ સર્જી વિલીન થતી
કોરીધાકોર જ રહી બહર.
_ આરતી પરીખ
  . . . . . . . . . . . . . . . 
બહર = યુવાની, તારુણ્ય

ઓવારા

તહેવારોના વારા કરી લીધા,
વહેવારોથી કિનારા કરી લીધા,
ઓવારા સ્વભાવે શોધ્યા મળે ?!
‘સ્વ’થી જ પરબારા કરી લીધા. _આરતી પરીખ
~~
ઓવારા = નાહવા-ધોવાનો ઘાટ
ઓવારવું = ન્યોછાવર કરવું, અર્પણ કરવું

લેખ

સમાજમાં આ ખરાબ ને આ સારું,
કુટુંબમાં આ તારું ને આ છે મારું,
વિચાર થકી જ લેખ લખાય જિંદગીના
જીવનમાં મન જો હારે, તનથી’ય હારું.
__________ આરતી પરીખ

“There is nothing good or bad, only thinking makes it so.”

નિજ વિશ્વાસ

કાળજું કઠણ તો મન ન થાય કદી તંગ,
નિત નવા મોહરા જોઈ શા’ને થાવું દંગ?!
ઈશ્વર-શ્રદ્ધા ને નિજ વિશ્વાસ સદા સંગ, તો
કોઈ મા નો લાલ પાડી ન શકે રંગમાં ભંગ.
_ આરતી