Archives

Virtual Life

વિશ્વ જેમજેમ નાનું લાગતું,
માણસ શાણું બગલું લાગતું,

પળમાં જોડે ને પળમાં તોડે

સંબંધ નામે બાકોરું લાગતું.

~ આરતી ષરીખ 

~~

1. Don’t Romanticize Your Relationship

2. Know What You Want From the Virtual World

3. Ground Yourself Daily in the Real World

4. Set Practical, Non-Negotiable Limits

5. Don’t Make Any Virtual World Investment That Would Crush You, If It Disappeared Tomorrow

અહંમ્

​હું કણ શોધતી હતી 

ત્યાં મણ મળી ગયું,

સરળ આ જીંદગીમાં

‘હું’ વળ ચડી ગયું !! 

 _આરતી પરીખ ૧૫.૧૦.૨૦૧૬

~~~~~~~~~~~~~

में तिनका ढूँढती थी,

ऩब खझाना मील गया,

सरल यह जींदगी में

अहंकार घुल गया..!!

_ आरती परीख १५.१०.२०१६

આસ્થા

image

વ્યક્તિ વ્યક્તિ એ મળશે નવીન કથા,
ક્યાંક અપાર ખુશી ક્યાંક અનહદ વ્યથા,
ઝંઝાવાતે જીવન નાવ કદિ ન ડગમગે
હોય નિજ વિશ્વાસ ને સંબંધોમાં આસ્થા.
~ આરતી પરીખ

મોહરાં

મોહરાં

મનનું કામ છે અજાણ્યાંને’ય મનથી મળવાનું,
દિમાગનું કામ અઘરું; પોતીકાને’ય કળવાનું,
સાકાર કરવા સ્વપ્ન; રોજ બદલવા પડે મોહરાં
‘આરતી’ ક્યાં સુધી જાતને’ય આમ છળવાનું?!
~
આરતી પરીખ

યાદ, ક્યાં સુધી..?!

તારી ખાટીમીઠી યાદોનું તો કામ જ છે એવું,
દિલને ચીરી; અણીયારી આંખે સતત વહેવું,
ક્ષણે ક્ષણે મરતાં; તો’ય હસતાં-રમતાં જીવવું
અંતરે બેઠો; તું જ કે’, “ક્યાં સુધી આ સહેવું?!”
~
આરતી પરીખ
~~
અંતર = દિલ, હૃદય, distance

તિરાડ

સરળ લાગતાં સંબંધે; રોજ નવી તિરાડ પડી હતી,
અંતે જાણ્યું, પાયામાં શરતોથી જ ઈંટો જડી હતી !!

સાલસ હતાં સંબંધો ને સરળ અમારી લાગણીઓ 
વાતેવાતે શરૂ થતી ફિલસૂફીની વાત નડી હતી.
_આરતી પરીખ

ચાંદની

સહજીવને પૂનમ…

ઝરમર ઝરમર ઝરે ચાંદની,
શીતળતાને જ વરે ચાંદની,
છો’ને રોજ કળા બદલે ચાંદ
અમર આશે જ નિખરે ચાંદની. _આરતી પરીખ

‘અમે’નો નાદ

એક ઘટના રોજ દે’ સાદ,
દિલમાં વસી એની જ યાદ.
ભૂલ કોની?! કોને કરું ફરિયાદ?
આજે’ય ‘અમે’નો ગુંજતો નાદ!! _આરતી

मानव

અનાથ બાળકો સાથે હું ગેલ કરું છું,
કર્મથી માનવ બનવાની પહેલ કરું છું.
~~
न कभी मंदिर जाता; न मस्जिद जाता,
वृद्धाश्रम; अनाथाश्रम रोज आता-जाता,
अब शोरगुल मच गया यारों चारों ओर
भला; ‘मानव’ समाज को कैसे भाता?!
~
आरती परीख
१०.१२.२०१५

મૌન

મૌન રહીને મોજ કરી,
અંતરમાં જ ખોજ કરી,
હોંઠ છો’ને હડતાલ પાડે
આંખોએ વાતો રોજ કરી.
_આરતી