Archives

राम नाम सत्य है

एक सहारा

ढुंढते उम्रभर

मिल ही गए

एक क्या; चार कंधे

न रही जब सांसें

© आरती परीख २९.६.२०१७

Advertisements

માણતાં આવડ્યું તો મજા આવી

Few lines about my life in Saudi Arabia…..
જળ શું ને મૃગજળ_આ ભેદ સમજાતાં જ

રેતી જેમ સરકી જાણ્યું; રણમાં મજા આવી. 

~

કદિ’ રંગીન પોશાકે  ચૂંથાયા’તા ભુખી નજરોથી 

હવે, કાળા બુરખાના આવરણમાં મજા આવી. 

~

આ આંખના ઉલાળે પ્રેમમાં ઘાયલ થયાં પછી તો,

હોંઠ દબાવી બોલેલાં એના ‘પણ’માં મજા આવી. 

~

પૈસાની રેલમછેલે નર્યા દેખાડાના સંબંધો વચ્ચે,

નિર્મળ પ્રેમથી છલોછલ એક કણમાં મજા આવી.

© આરતી પરીખ ૨૬.૬.૨૦૧૭

 

परिचय

मैं हूं “आरती”
—————-

मैं तो हुं संवेदना,

कर सकते हो तो…

कविता में केद कर लो,
मैं तो हुं आशा, 

भर सकते हो तो…

आंखों में भर लो,
मैं तो हुं मुस्कान, 

सजा सकते हो तो…

होंठों पे सजा लो,
मैं तो हुं स्वप्न, 

देख सकते हो तो…

अंधेरी रात में भी देख लो, 
मैं तो हुं संतोष, 

खोज सकते हो तो…… 

अपनेआप में ही खोज लो…!

© आरती परीख १६.५.२०१७

દેશાવર રહેતી હું છું પરવશ…

એક મિત્રએ બૌ સરસ વાત કહી…

મા બોલતાં મોઢું ખુલે,

બાપ બોલતાં બંધ થાય..

શ્વાસની અવનજવન એટલે “માબાપ”.

આજે મારી મમ્મીનો જન્મદિવસ.

મા-પપ્પા ને મારી બ્હેન… બૌ યાદ આવે છે. વિદેશ રહેતાં હોવાથી વિવશ છીએ. ઈચ્છીએ ત્યારે મળી શકતા નથી. 
મારા જેવા અનેક હશે, જેઓ માબાપને ખૂબ પ્રેમ કરે છે, તેમની લાગણીની ભારોભાર કદર છે, સારસંભાળ રાખવા દિલથી તત્પર છે પણ સંજોવવશાત માબાપથી દૂર જીવી રહ્યા છે. આવી દરેક વ્યક્તિને આ કવિતા અર્પણ કરું છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કદિ; સ્કુલ-ઓફિસથી આવતાં થતી જો થોડીક વાર;

માં-પપ્પા; બારીમાંથી ડેલીએ નજર ફેરવતા ચાર વાર,
કડકડતી ટાઢમાં છાતીએ ચાંપી સૂતાં આખી રાત

તમારા વખાણ કરી શકું, એટલી નથી મારી ઔકાત,
મારી શી’ હેસિયત કે, તમારા પર એક કવિતા લખું?!

તમે તો; વિઘ્નો સહી અમારે નામ જીવનસરિતા લખી,
માં; ઈશ્વરની સાથોસાથ હંમેશ તારી ઉદારતાને વંદન કરું છું,

પછી; મારા નામ પાછળ પપ્પા ને કુળનું નામ હોંશભેર લખું છું.
તમે જાણતા જ હતાં; ખોળેથી ઉતરી દૂર દેશાવર જવાના છીએ,

બેચાર દિ’ ગળે વગળી; પોતપોતાને માળે ઉડી જવાના છીએ,
છતાં તમે કદી શિક્ષણ-સંસ્કાર સિંચનમાં રાખી નહીં સ્હેજેય કચાશ,

પારિવારિક જવાબદારીઓ છતાં; અમારે માટે હંમેશ તમારે તો’ નવરાશ.
માં-પપ્પા; 

તમે હસો, ખુશ રહો, સ્વસ્થ રહો તો,

વસંતઋતુ પુરબહાર ખીલી જાણજો,

તમે દુઃખી, ઉદાસ કે અસ્વસ્થ તો, 

અમારી સૌની પાનખર ઋતુ માનજો.
દેશાવર રહેતી હું છું પરવશ…
ઈશ્વરને વિનતી કરું રાતદિ’; 

મારા માં-પપ્પાને સ્વાસ્થ્ય સારું આપજે,

ને, જો બીમાર પડે તો; 

ખર્ચ પરવડે એટલું પર્સમાં નાણું આપજે.
એક દિ’ સપનામાં….
તમારૂં લાગણીભર્યું પરબીડિયું મળ્યું; 

ખોલ્યું તો, 

પ્રેમનું વસિયતનામું..!!

લખ્યું હતું; 

“સંસ્કાર-સંબંધ સાંચવી લેજો; 

માં-પપ્પાનું માન જાળવી, જીવંત રાખજો..” 

~~~~ આરતી પરીખ ~~~

Happy Birthday MA

Love U MummyPappa

Missing all of U so much.

જીંદગી

ભૂલ છો’ ને પકડાય
છે આ જીવન દાખલો
એકડે એકથી ન મંડાય…
~ આરતી પરીખ

મન

ક્યારેક વિચારું મન છે કે માળિયું?!
કેટકેટલું આગળપાછળનું એ ઠાંસે,
એકાંત ભાળ્યું નથી ને અકળાઉં હું
ગામ આખું બાપનું ઘર માનીને વસે!!
_ આરતી પરીખ
સંવેદનાનો સળવળાટ

“તું છે મારો કોણ….?”

image

મિલનવેળા આવી ઓણ,
વિચારું, તું છે મારો કોણ ?
મિલનવેળા આવી ઓણ,

વિચારું….
વિચારું, તું છે મારો કોણ ?
તું છે મારો કોણ ?

ભીની સુગંધે ભાન ભુલાવું,
મીઠી યાદે જ મન મહેકાવું,
દિલડું માંગે મીઠું બોણ,
મિલનવેળા આવી ઓણ,
વિચારું….
વિચારું, તું છે મારો કોણ ?

ઉરે મિલન મુરાદ જગાવું
રાતે સપના સુખદ નચાવું,
અંતરે બેઠો તું માંગે બહુ મોણ,
મિલનવેળા આવી ઓણ,
વિચારું….
વિચારું, તું છે મારો કોણ ?

નિત નવું સગપણ સુવાળું,
એમ મારું બચપણ પંપાળું,
સંબંધ નામ  લાગે ગૌણ,
મિલનવેળા આવી ઓણ,
વિચારું….
વિચારું, તું છે મારો કોણ ?

કરું બચપણમાં છબછબિયાં,
મીઠાં દોસ્તોના ગલગલિયાં,
શા’ને વિચારું ?!?
તું છે મારો કોણ ?
મિલનવેળા આવી ઓણ….

~~
ઓણ = આ વરસે, ચાલુ વરસે
કોણ = ?
ગૌણ = નજીવું, મુખ્ય ન હોય એવું
બોણ = બોણવું, બોણી
મોણ ખાવું = શરમને લીધે આનાકાની કરવી
………………………………………. _આરતી