૧
ડાળેડાળમાં
પીળાં ફૂલો પરોવે
વસંત રાજા
૨ ઝાડવાં ઊભા
પીળા સાફા
પહેરી હાઈવે શોભે
૩
પીઠી ચોળીને
વસંતને વધાવે
સરસોં ખેત
૪ વાંઝણા વૃક્ષે
વસંત વધામણાં
કૂંપળ લીલી
૫
તપસ્યાગ્રસ્ત
વાસંતી ડાળડાંખે
ફૂલમંજરી
~~~
૬
લીલોછમ થ્યો
ફૂલ રાખડી બાંધી
ઋતુનો રાજા
©આરતી પરીખ