ભૂતકાળ હંમેશાં ભૂતકાળ જ રહેવાનો.
કોઈ માટે ભાર ભરેલો તો કોઈ વ્યક્તિ માટે એકદમ હળવો ફૂલ.
ભૂતકાળ જેવો પણ હોય, એનામાં એક અકલ્પનીય બળ છૂપાયેલું છે. જે વર્તમાન પર સારી/માઠી અસર કરતું રહે છે.
હવે,
આ ભૂતકાળને ઑક્સિજન સમજી જીવનનો પ્રાણવાયુ બનાવી મોજથી જીવવું કે કાર્બન ડાયોક્સાઈડ માનીને પોતાના હાથે જ યમરાજને નોતરું દેવું એ વ્યક્તિગત વિચારસરણી પર આધાર રાખે છે.
જેવું વિચારો એવું જીવન ભોગવો.
~ આરતી પરીખ ૧૪.૧૧.૨૦૧૯