Archive | October 18, 2019

આરતી

આજે પૂજા કરતાં સમયે આરતી કરતાં કરતાં “આરતી” નો અર્થ જાણવા સમજવાની તિવ્ર ઈચ્છા થઈ.

મનોમંથન ને તરત જ કરેલું થોડું વાંચન…
પછી,
જે સમજાયું તે ટૂંકમાં લખી રહી છું.

સીધો સાદો અર્થ વિચારીએ તો,
આરતી એટલે અગ્નિનું સૌમ્ય.. ભક્તિ સ્વરૂપ.

આરતી એટલે અહંકાર શૂન્ય થવાની વર્તુળ-ગતિ.
આરતી એટલે આવારા-વૃત્તિની સંસ્થિતિ.
આરતી એટલે અંતરમાં સ્વચ્છંદ છાયાની સમાપ્તિ.
આરતી એટલે મનમાં છૂપાયેલી માયાવી મતિની નિવૃત્તિ.
આરતી એટલે વિરક્તિ.. વૈરાગ્ય..
આરતી એટલે જગ-જંજાળની વિસ્મૃતિ.
આરતી એટલે મન, વચન, કાયાની પૂર્ણાહુતિ થકી ઈશ્વર ભક્તિ.

ઈશ્વરની આરતી થકી થાય આતમ-જાગૃતિ. 🙏🙏
~ આરતી પરીખ ૧૮.૧૦.૨૦૧૯