Archive | September 2019

नमी

तरोताजा है
मिलन की ख्वाहिश
नम आँखों मैं
©आरती परीख ३०.९.२०१९

સ્નેહ

પ્રસ્વેદી કાયા
પવનની લ્હેરખી
સ્નેહ કંપન
– આરતી પરીખ ૧૯.૯.૨૦૧૯

અબુધ

બેખબર થૈ
ખબર રાખી રહ્યા
યાર દોસ્તની
_આરતી પરીખ ૧૮.૯.૨૦૧૯

વૃક્ષચ્છેદન

જંગલ વાઢી
બારી-બારણાંઓની
નકશી કાઢી
~~
વૃક્ષોને વાઢી
પેન્સિલ ધાર કાઢી
ફૂલડાં દોરો
©આરતી પરીખ

સંવાદ

જાળવી રાખે
સંબંધોની સુવાસ
સંવાદ બારી
©આરતી પરીખ ૧.૯.૨૦૧૯