તડકો

તડકો વેધી
સુસવાટા મારતો
શીત વાયરો
~~~
ગામ હંફાવી
ભાદરવી તડકો
પીપળે હાંફે
~~~
ગલીગૂંચી ય’
ભાદરવી તડકે
પ્રસ્વેદે નાહ્ય
~~~
ભરબપોરે
આંગણું ને અગાસી
તડકે ન્હાય
~~~
તડકો રોપી
સૂરજ રથ હાંકે
ધરા ચળકે
~~~
ગોધુલી ટાણું
દિવાલ ઓળંગીને
તડકો નાસે
~~~
વંડી ઠેકીને
આંગણે આળોટતો
ચૈત્રી તડકો
~~~
પક્ષીની ચાંચે
શિશિરે કૂણો રે’તો-
તડકો ચીખે
~~~
તડકો રોપી
સૂરજે રથ હાંક્યો
ખીલી ધરતી
~~~
ધાબે તડકો
કોંક્રીટ રસ્તો, ખગ
વૃક્ષ શોધતો
©આરતી પરીખ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s