ભીંજાય રહ્યા
હરિયાળી નિહાળી
હું ને બાંકડો
~~~
વહેંચી રહ્યા-
એકાંત એકલતા
હું ને બાંકડો
~~~
સમુદ્રતટ
હું બાંકડો ને રેતી
ચર્ચામાં લીન
~~~
ઝીલતો રહ્યો
પાનખર ડૂસકાં-
કાષ્ઠ બાંકડો
~~~
એકાગ્રતાથી
પ્રકૃતિનો ટહુકો
બાંકડે બેઠો
~~
સુક્કો છો’ રહ્યો
ભીની લાગણીઓનો
બાંકડો સાક્ષી
~~~
દિ’ આથમતાં
હું ને ખાલી બાંકડો
વાતે વળગ્યાં
~~~
નદી કિનારે
સુષ્ક – હું ને બાંકડો
વાતો કરીએ
©આરતી પરીખ