Archive | January 29, 2019

ખાટલો

ખાટલો ઢાળી
રઢિયાળી રાતડી
તારલા વીણે
~~~
ખાટલો ઢાળી
પરસેવે પલળે
ઊનાળુ રાત
~~~
ખાટલો ઢાળી
તારલીયા ઓઢતી
ગ્રીષ્મ રાતડી
~~~
ખાટલે પડી
ગોદડામાં થથરે
શિશિર રાત
~~~
ખાટલે બેઠાં
અજવાળું આંજતા
રવિ કિરણો
~~~
સાહ્યબો મ્હારો
અડીંગો જમાવતો
નેણ ઢોલિયે*
*ઢોલિયો=ખાટલો
~~~
©આરતી પરીખ ૨૯.૧.૨૦૧૯

Advertisements