Archive | January 23, 2019

ઈચ્છા હાઈકુ

જીવન વન
અત્ર તત્ર સર્વત્ર
ઈચ્છા રાફડા
~~
નસીબે ફૂટી
માયા ને કાયા છૂટી
ઈચ્છાઓ ખૂટી
~~
ઝાંઝવાં જળ
રેતીમાં રઝળતી
અતૃપ્ત ઈચ્છા
~~
ઘૂમરાતું રે’
ઈચ્છા વમળો મહીં
ચંચળ મન
~~
ઈચ્છાઓ મારી
ભાગદોડ કરતું
ખોળિયું જીવે
©આરતી પરીખ

Advertisements