શિશિર હાઈકુ


જીદ્દી શિશિર
ઘરજમાઈ થૈ ગ્યો
નાક છો’ ગળે
~~~

હોંઠ ફફડ્યે
ધુમ્રપાનની મઝા
લૂંટો શિશિરે
~~~

ખાલીપો ઓઢી
શિશિરે થથરતી
માઝમ રાત
~~~

પીઠી ચોળીને
શિશિરને વધાવે
સઘળાં વૃક્ષો
~~~

દિવસભર
શિયાળુ આ વાયરો
ચાબખા મારે
~~~

ચકીની ચાંચે
ચિચિયારી કરતો
શીત વાયરો
~~~

ઠૂંઠિયું વાળી
ચાંદ સિતારા ઓઢે
શીત રાતડી
~~~

તડકો વેધી
સુસવાટા મારતો
શીત વાયરો
~~~

શીત વાયરો
ડાળેડાળ ચુંબતો
ઝાડવાં ઝુમે
~~~
૧૦
ડાળેડાળમાં
શિશિર પરોવતું
શ્વેત મણકાં
©આરતી પરીખ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s