ચિંતન હાઈકુ


વૃક્ષોને વાઢી
પેન્સિલ ધાર કાઢી
ફૂલડાં દોર્યા
~~~

સમાઈ જાય
નભની વિશાળતા
ભીંત ચિત્રમાં
~~~

ઠેલાતી રહી
દુઃખ ઘૂંટી ઘૂંટીને
સુખની ઘડી
~~~

ક્ષિતિજ વચ્ચે
ચાંદ, તારા, હું ને તું
ચમકી રહ્યા
~~~

શોધતી રહી
મિલનની શક્યતા
શબ્દોની વચ્ચે
~~~

હોંઠે છો’ તાળાં
કલરવ કરતી
આંખલડીઓ
~~~

સમુદ્રતટ
હું બાંકડો ને રેતી
ચર્ચામાં લીન
~~~

કાંડે બાંધીને
સરતાં સમયને
વેડફી જાણે
~~~

મુશ્કેલ પળો
વીણી ચૂંટીને લાવે
આપ્તજનને
~~~
૧૦
નીખરી ઊઠી
નિજ પરિક્ષણથી
ભીતરી ભાત
©આરતી પરીખ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s