ભાદરવી હાઈકુ


ઓરડે શીત(AC)
ધાબે બેઠું ચોમાસું
હ્રદયે ગ્રીષ્મ
~~~

ગામ હંફાવી
ભાદરવી તડકો
પીપળે હાંફે
~~~

ગલીગૂંચી ય’
ભાદરવી તડકે
પ્રસ્વેદે નાહ્ય
~~~

ભરબપોરે
વાદળો શું ગરજ્યા?!
સંતાયો સૂર્ય
~~~

તપ્ત ધરતી
કરચલી કંડારે
રણપ્રદેશે
~~~

શ્રાવણે નાહી
ઊના નિસાસા લેતો
ભાદ્ર મહિનો
~~~

ખાટલો ઢાળી
ભાદરવી રાતડી
તારલા ઓઢે
~~~

ભરબપોરે
આંગણું ને અગાસી
તડકે ન્હાય
~~~

ઘર ભાળી ગ્યા
ભાદરવી કિરણો
પ્રસ્વેદ છૂટે
©આરતી પરીખ ૪.૧૦.૨૦૧૮

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s