નવરાત્રી નજીક આવી રહી છે.
ને ફરી,
વૉત્સેપ પર
“બહેન-દિકરીઓએ મર્યાદામાં રહેવું”
_ના મૅસેજ ફરતાં થઈ ગયા છે.
શું “મર્યાદા” સ્ત્રીઓએ જ જાળવવાની છે?
તો
“ના. હું આ વિચારધારા સાથે સહમત નથી.”
દિકરીને સારા સંસ્કાર આપો સાચા-ખોટા, સારું-ખરાબની સમજ આપો ને પોતાના માન મર્યાદા જાળવી પોતાનું રક્ષણ જાતે કરી શકે તેવી કેળવણી આપો.
સાથોસાથ.
દિકરો “રામરહીમ” ન બને તે માટે..
તેને પણ તેના સંસ્કાર, સંસ્કૃતિ અને મર્યાદાઓનું ભાન વખતોવખત કરાવતા રહો.
જરૂર પડે તો “મેથીપાક” આપવામાં “છોકરો છે…” ની માન્યતા જડમૂળથી ઉખાડીને ફેંકી દો.
આજના જમાનામાં દિકરો હોય કે દિકરી કોઈ પણ જાતનો ભેદ રાખ્યા વગર સારા સંસ્કાર ને જરૂરી મર્યાદાઓનું પાલન કરવાનું નાનપણથી જ શીખવવું જરૂરી છે.
માત્ર સ્ત્રીઓને જ મર્યાદામાં રહેતા શીખવવાના દિવસો ગયા.
સ્ત્રી હોય કે પુરુષ મર્યાદાઓ બંને પક્ષે જાળવવામાં આવશે તો જ સમાજ સુધાર આવશે.
અસ્તુ 🙏
©આરતી પરીખ