Archive | September 11, 2018

વ્હાલ

સુખી સરળ સહજ જીવન માટે,
વ્હાલાંના
વ્હાલાંને
વ્હાલાં કરતાં શીખવું રહ્યું!
©આરતી પરીખ ૧૧.૯.૨૦૧૮

સંવાદબારી

માણસને
સંબંધો નિભાવવા
હંમેશ ભારે જ લાગ્યા.
.
ઘર-ઑફિસ-દુકાનમાં જ
આખી જિંદગી પસાર થઈ.
.
તેમછતાં
કદીય
ઝીણવટથી
ન નિહાળ્યા..
.
વખતોવખત
સમય સંજોગ અનુસાર
ઘડી ઘડી
ખુલ બંધ થતાં
આ બારી બારણાં!
©આરતી પરીખ ૧૧.૯.૨૦૧૮