Archive | September 2018

સ્મરણો

જીવનનો દરેકે દરેક વળાંક,
સ્મૃતિપટ પર કરે છે રહેણાક!
©આરતી પરીખ ૩૦.૯.૨૦૧૮

દ્વિધા

પળેપળમાં
માણવું કે મેળવું?!
મન વ્યાકૂળ
©આરતી પરીખ ૩૦.૯.૨૦૧૮

દિવ્ય મિલન

વર્ષો પછી
ફરી
આજે મળ્યા..
.
ને,
આંખોએ વાર્તાલાપ કર્યો..
.
.

“so when are we going out on a date ?”

“આજે રાત્રે જ..”

“Where…?”.

“કીકીએ બેસીને
પાંપણોની છાંવમાં
ઉરના ઉજાસે”
.
©આરતી પરીખ ૨૯.૯.૨૦૧૮

अमीरी

मुस्कुरा रहे
नंगा-बुंगा बालक
जिर्ण वस्त्र मां
©आरती परीख २७.९.२०१८

મહેર

ઝાકળ મ્હેર*
ચમકી રહ્યો સૂર્ય
તૃણ તૃણમાં
©આરતી પરીખ ૨૭.૯.૨૦૧૮

~~
*મહેર, મહેરબાની

અભિમાન

દિમાગે ચઢે
અઢી મણનું જ્ઞાન
નખ્ખોદ વાળે
©આરતી પરીખ ૨૬.૯.૨૦૧૮

માન, સમ્માન પાછળ જ અભિમાન સંતાઈને ઊભું છે.

અંકુશ

ચાબુક મારી
ભટકાવી ઇન્દ્રિયો
લગામ શોધે
©આરતી પરીખ
~~~
શરીરમાં કોઈ રોગ થાય અને એની દરકાર ન કરીએ તો અસાધ્ય નીવડે.
તે જ પ્રમાણે, મનુષ્ય પ્રારંભમાં ઇન્દ્રિયનિગ્રહ(સંયમ) વિષે સાવચેત ન રહે અને તેમને સ્વેચ્છાપૂર્વક ભટકવા દે તો પાછળથી એમને કાબુમાં રાખવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે.

અહંકાર

માથે ચડે જો
રૂપિયો કે આ રૂપ
કાતિલ નશો
ખાધી જો પછડાટ
અસ્તિત્વ ધૂળધાણી
© આરતી પરીખ

आलस्य परमोः धर्म…

વિચારો થકી
હારજીત માણીએ
સોફામાં બેઠાં
©આરતી પરીખ ૨૫.૯.૨૦૧૮

Coffee

મીઠાં સંબંધો
તરોતાજા રાખતી
કડવી કૉફી
©આરતી પરીખ ૨૫.૯.૨૦૧૮