Archive | August 24, 2018

ત્યાંના ત્યાં જ

એક બે ત્રણ…
તારીખો બદલાતી ગઈ
તારીખિયું કદમાં નાનું થતું ગયું.
અંતે
આવશે દિવાળી.
છેલ્લું પાનું પણ
ફાટીને
કચરાના ડબ્બામાં જશે.
ફરી
નવી ઘોડી નવો દાવ
_ની જેમ
નવું તારીખિયું દિવાલે ટીંગાઈ જશે.
પણ
જિંદગી તો,
ત્યાંની ત્યાં જ
એવી ને એવી જ!
©આરતી પરીખ ૨૪.૮.૨૦૧૮