Archive | May 22, 2018

અસ્તિત્વ

ઘરમાં અરસપરસથી હુંફાળો એક ખૂણો હોય,
જ્યાં હોવાપણાનો અહેસાસ સદાય કૂણો હોય!
©આરતી પરીખ ૨૨.૫.૨૦૧૮

મોહમાયા

વૃક્ષોએ જેને વસંતના મોહમાં ખેરવી નાખ્યાં,
એ જ પાંદડાંથી પંખીએ ડાળે માળા બાંધ્યા!
©આરતી પરીખ ૨૨.૫.૨૦૧૮