Archive | December 30, 2017

पतझड़

गिराये पत्तें-

निगोडा पतझड़

नंगी डालियां

© आरती परीख ३०.१२.२०१७

ઘર

મહિનાઓ પછી

મા ની જીભે

ફરી એ જ….


સમયસર ઉઠવાનો કકળાટ

સાફસફાઈની કચકચ

સાત્વિક ખોરાક લેવાની માથાકૂટ

શિખામણોનો બણબણાટ

……. ચાલુ થઈ ગયો છે.


વેકેશન હોય,

હૉસ્ટેલથી 

દિકરી 

ઘરે આવી છે.


દિકરીને 

ઘર ઘર જેવું જ લાગવું જોઈએ!

ઘરમાં કશું જ બદલાયું નથી!


કાળજું કઠણ રાખી,
….મા સતત પ્રયત્નશીલ…..

©આરતી પરીખ ૩૦.૧૨.૨૦૧૭