Archive | October 25, 2017

શિયાળો

​ચક્કીની ચાંચે

ચિચિયારી કરતો-

શીત વાયરો

~~

તળાવ પાળે

શીત આગમનની

-ચાડી ફૂંકતું

ચકલીનું બચલું

થરથરતું બેઠું

© આરતી પરીખ ૨૫.૧૦.૨૦૧૭