ઘરથી એરપોર્ટ કાર સડસડાટ ચાલવા લાગે ને પ્લેનમાં દેશ તરફ ઉડાન ભરીએ એ પહેલાં તો વિચારો થકી દેશની ધરતી પર પહોંચી ગયા હોઈએ…
વરસાદી મૌસમમાં ભીંજાવાની મજ્જા માણવા લાગ્યાં હોઈએ…
વિચારોનો વંટોળ….
પ્લેન ટેક-ઓફ થતાં શરૂઆત તો હંમેશ મીઠી યાદ..મીઠી વાતોથી જ થાય…પણ દિલની સાવ સાચી વાત કહું તો,
અડધી પડધી ઊંઘમાં હોઈએ ને અચાનક વાસ્તવિકતાનો સ્વીકાર કરાવવાનો હોય એમ લેન્ડિંગના ઝટકાં સાથે જ એ મીઠી યાદો..વાતો.. ગાયબ..
એરપોર્ટથી બહાર નીકળતાં જ……
એ જ ખાડાં-ખબડાવાળા કચરાંથી ખદબદતાં રસ્તાઓ…
અકારણ જ હોર્ન મારી-મારીને માથું પકવતો ટ્રાફિક..
ટ્રાફિક રૂલ્સ તોડી મર્દાનગી અનુભવતો આપણો મહાન સમાજ..ટૂંકમાં આપણે સૌ..હું, તમે આપણે બધાં જ..
(કેટકેટલું ગણાવવું ને લખવું?!!….
વ્યક્તિગત સભાનતાનો અભાવ ઠેરઠેર જોવા મળે.
દેશની કથળતી પરિસ્થિતિ માટે આપણે દરેક વ્યક્તિ/નાગરિક જવાબદાર છીએ. તેમ છતાં દોષનો ટોપલો તો અંતમાં દેશના નેતાઓ ઉપર જ ઢોળીએ છીએ.)
અહીં, અમે NRI પણ બાકાત નથી જ.
પરાયા દેશમાં ત્યાંના રૂલ્સ હોંશેહોંશે ફોલો કરતાં હોઈએ (કારણ માત્ર એટલું જ કે, ત્યાં રૂલ્સ તોડીશું તો જબરદસ્ત ફાઈન ભરવો પડશે_નો ડર મનમાં છુપાયેલો હોય છે.) ને અહીં એરપોર્ટની બહાર નીકળતાંની સાથે અમે લોકો રીસીવ કરવાં આવેલા મિત્રો-સગાં-સંબંધીઓ પાસે વિદેશની વાહવાહી કરવામાં કશું જ બાકી ન રાખીએ..
૨-૪ વાતો વધારી-ચડાવીને બોલીએ..
દેશને વખોડીએ..
દેશથી દૂર રહું છું તો, દેશવાસીઓને વખોડતાં પહેલાં આપણે બધાં જ_NRI …નો વારો… કાઢવા દો…
વિદેશમાં પાઈ-પાઈનો હિસાબ કરી વાપરતાં હોય પણ એરપોર્ટ ઉપર કસ્ટમ-ક્લીયરન્સમાં સરળતા રહે એ માટે,
અકારણ જ વ્હીલ-ચેરમાં બેસી કસ્ટમ-ઓફિસર પર વિદેશની કમાણીનો રોફ જમાવતાં NRIને બહુ નજીકથી જોયાં છે..
મિત્રો સામે સ્વચ્છતાંના ભાષણ આપી બહાર નીકળી પાનના ગલ્લે…
“આહાહ..કેટલાં વખતે પાનનો સ્વાદ..” _કહી પાન ચાવતાં…
ને અંતે તો એ જ ટીપીકલ ઇન્ડિયન સ્યાઈલ….
મોંઘીદાટ કારનો દરવાજો ખોલી નીચે વળી રસ્તા વચ્ચે જ પાનની પિચકારી………..
(પાનનો સ્વાદ માણવા માટે રસ્તા પર રંગોળી કરવી જરૂરી છે???? પણ, મારે શું ? આપણે ક્યાં અહિયાં રહેવાનું છે?!_Typical Indian Mentality)
દેશની ધરતી ઉપર લૅન્ડ થતાં જ ગંદકી પર ભાષણ આપીએ.. ને કારમાં સમાન ગોઠવાય ને ઘર તરફ પ્રયાણ કરીએ કે, તરત જ અમે કે જેમણે,
૧૦ મીનીટ પહેલાં જ સ્વચ્છતાં ઉપર અંગ્રેજીમાં લાંબુ લચક ભાષણ ઠોક્યું હોય એવાં અમારી જાતને મહાન ગણાવતાં NRI વિદેશમાં અમારાં ઘરથી નીકળ્યાં ત્યારથી અહીં દેશમાં પગ મુક્યો ત્યાં સુધી ચોકલેટ-બિસ્કીટ-કુકીઝ-ચિંગમનો પર્સમાં ભેગો કરલો કચરો… કારની વિન્ડો ખોલી બિન્દાસ રસ્તા વચ્ચે ઉડાડી નાખીએ!!
હવે આ….
નાનપણથી જ પડેલી આદત?
કે
દેશની હવાની અસર?
કે
વિદેશની કમાણી પચાવી નથી શક્યા_ની સાબિતી?
કે
ફરી વ્યક્તિગત સભાનતાનો અભાવ ???
કે
Cleanliness… is Not Required in India__મેન્ટાલીટી??
© આરતી પરીખ