મારા આગમનની ના કોઈ ચાહત હતી..

૬ વર્ષ પહેલાંનો એક પ્રસંગ ફરી આજે હચમચાવી ગયો… 
એક ભારતીય કારીગર હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યો. 

એના કુટુંબને જાણ કરી તો, ત્યાંથી મેસેજ આવી ગયો કે, 

“૨૪ વર્ષથી કુટુંબથી દૂર રહ્યો તો હવે એના શબને જોઈ શું કરીશું ?! ત્યાં જ દફનાવી દો…” 

આ જવાબ જે સાથી કારીગરે સાંભળ્યો, એ વ્યક્તિ તો સૂન  થઈ ગયો. 

સાથી કારીગરો પાસેથી જાણવા  મળ્યું કે, 

પોતાના કુટુંબને તારવા માટે… આ વ્યક્તિએ તનતોડ મહેનત કરી હતી.. દર ૨ વર્ષે રજા  મળે એ જતી કરી માબાપ માટે ઘર/ખેતર લીધા, પત્ની માટે ઘરેણાં, છોકરાઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, અંતે જયારે નોકરી છોડી દેશ પાછા જવાનું નક્કી કર્યું તો, જાણ થઈ કે પત્નીને હૃદયની બીમારી… બાઈપાસ સર્જરી કરાવવી પડશે…શપોતાની  ઉંમરની દરકાર  કર્યા  વગર  આ નવી  જવાબદારી પણ પ્રેમથી નિભાવી. ઓપરેશનના  ખર્ચને પહોંચી વળવા  ઓવરટાઇમ લઇ  ખૂબ  કામ  કર્યું.

દરેક જવાબદારી પ્રેમથી/દિલથી નિભાવી ને અંતે શું મેળવ્યું ?? 
“મારા આગમનની ના કોઈ ચાહત હતી,

ભેટની ચાહત જ એમની આદત હતી,

આજ  એ વાતની મળી દિલને દસ્તક

એટલે જ NRIની પદવી હસ્તક  હતી.” 
…..વિચારે જ દિલ ધડકવાનું ભૂલી ગયું ……
એ જ સમયે Radio Voice 104.2 Bahrain પર,
“चिट्ठी आई है…वतन की मिटटी आई है…

तुने पैसा बहोत कमाया…इस पैसे ने देश छुडाया…

पंछी पिंजरा तोड़ के आजा….

आजा उम्र बहोत है छोटी,

अपने घर मै भी है रोटी….”

…………………………. આરતી પરીખ

(ખોબર, સાઉદી અરેબિયા)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s