Archive | May 18, 2017

મૂલ્ય

​જીવનમાં શ્વાસોશ્વાસ તો એના એ જ રહ્યાં,

પગલી પ્રિત કે જેણે કિંમતમાં વધારો કર્યો!

© આરતી પરીખ ૧૮.૫.૨૦૧૭

આશા

​જીવંત રાખે

કરચલીઓ વચ્ચે

અમર આશ

© આરતી પરીખ ૧૮.૫.૨૦૧૭


મૃત્યુ

જીવન પંથ

હતાશ ને નિરાશ

મડદાં હાંફે.

© આરતી પરીખ ૧૮.૫.૨૦૧૭

~~

નિરાશા ને હતાશા ઓઢી ઢસરડાં કરતી જીંદગી મડદાં સમાન જ ગણવી….

બાંકડો

​એકાગ્રતાથી

પ્રકૃતિનો ટહુકો 

ઝીલે; બાંકડો. 

© આરતી પરીખ 

શિકસ્ત

​જીવન પંથ

વિશ્વાસ ડગુમગુ

શિકસ્ત પાક્કી

© આરતી પરીખ ૧૮.૫.૨૦૧૭