Archive | November 16, 2016

સુવાસ

​અંધાર ઓગાળવો આપણા ગજા બ્હારનું છે બૉસ,

અગરબત્તી છું, વાતાવરણ સુગંધિત રાખું તો’ય બસ!

-આરતી પરીખ ૧૬.૧૧.૨૦૧૬

સાહ્યબો મ્હારો…

અંતરે બેઠો,

રખવાળી કરતો,

ભાલે ચમકે.

_ આરતી પરીખ ૧૬.૧૧.૨૦૧૬

* અંતર= દિલ, distance 

   ભાલ= કપાળ, લલાટ

તાવ

સાહ્યબા, ત્હારી યાદમાં ચડ્યો સે’ તાવ,

રૂબરૂ નહિ તો સપને આવી તું સતાવ…


દિલે આપી લીલાં ઘાવ,

ચ્યમ હાંકી જાય સે’ નાવ?!


સાહ્યબા મ્હારા…

તું જલ્દી પાસો આવ..

તારી યાદમાં ચડ્યોસ તાવ…………..


આંસુડાથી શે’ ભરું હું ગામનું તળાવ?!

દિલને સમજાવુંસ.. મીઠી રાતો મમળાવ,


સાહ્યબા મારા..

પ્રેમ નીતરતો કાગળ તો મોકલાવ,

ત્હારી યાદમાં ચડ્યોસ તાવ…

રૂબરૂ નહિ તો સપને આવી સતાવ…..

~ આરતી પરીખ