ભાદરવી સત્તરાક્ષરી

ગામ હંફાવી,
ભાદરવી તડકો,
પીપળે હાંફે.

~~~

ગલીગૂંચી ય’,
ભાદરવે તડકે,
પ્રસ્વેદે નાહ્ય.

~~~

ભરબપોરે,
વાદળો શું ગરજ્યા?!
સંતાયો સૂર્ય !!
~~~

સ્મરણ જ્યોત,
પ્રજવળતી રહી,
અંધારી રાતે.

~~~

સ્નેહની પાળે,
દોસ્તીદાવો માંડવા,
ચીં ચીં કરતાં.

~~~

ઝાંઝર પ્હેરી,
ડુંગરાઓ ખૂંદતું,
મુગ્ધ ઝરણું.
~~~

ઉચ્છવ માણે,
મુગ્ધ લહેરખીઓ,
મન-સાગરે.

અહી,
ઉચ્છવ = ઓચ્છવ, ઉત્સવ, તહેવારની ઊજવણી

~~~

મધરાતના,
નાહ્ય ચાંદ સિતારા,
તટ મલકે.

~~~

કેવું જીવી ગ્યા,
કિનારે કિનારે સ્તો,
રાહબર થૈ.

~

દિલ ઉમંગે,
ઝંખવાય આરસી,
આંખો ચળકે.
~~~
કશુક મનગમતું થાય..
ને,
અરીસામાં પ્રતિબિંબ નિહાળવા જાઉં…
ત્યાં..
આ શું ?!…
મારી આંખોની ચમક; ચળકાટ જોઈ,
આ આરસી જ ઝંખવાય ગઈ..
હાય રે…
શરમાય ગઈ…

….જાયે તો જાયે કહા ?!…….

~~
આરતી પરીખ
૮.૧૦.૨૦૧૫

Advertisements

3 thoughts on “ભાદરવી સત્તરાક્ષરી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s