Archive | August 20, 2015

યાદ

જેવી પણ છે; એ એક જ તો મારી  છે,
ખાટીમીઠી મારી યાદો સૌથી ન્યારી છે.
_આરતી પરીખ

સજા

માણતાં આવડે તો; મજ્જા એ મજ્જા,
બાકી; જીંદગી નામે સૌથી કઠીન સજા!!
_આરતી પરીખ

તાન્કા

માથે ચડે જો,
રૂપિયો કે આ રૂપ,
કાતિલ નશો,
ખાધી જો પછડાટ,
અસ્તિત્વ ધૂળધાણી.
_ આરતી પરીખ