ઘર ન કરે વેદના,
પ્રભુ, એ જ ખેવના.
_આરતી
Archive | July 25, 2015
કમબખ્ત યાદેં..
યાદો શ્વસીને,
શમણે સતાવતી,
જીંદગી શોધે.
~~~~~
પુરાણી યાદ
અંતરે લહેરાય
વિસરે ‘આજ’.
~~~~~
આરતી પરીખ
મસ્ત તું આજ ને રાખજે
ગાલગા ગાલગા ગાલગા
સાંચવી સાંજ ને રાખજે,
હોંઠ પર મૌનને રાખજે,
~
તુટશે લાખ શમણાં છતાં
આંખમાં આભને રાખજે.
~
ચિંધશે રાહ ખોટો કદી
કેળવી આંખ ને રાખજે.
~
થાય ઈર્ષા કદી દોસ્તને
ધ્યાનમાં વાત ને રાખજે.
~
જીતશું આખરી દાવ પણ
સાંચવી આગ ને રાખજે.
~
પળ બધી થઈ જશે આગવી
મસ્ત તું આજ ને રાખજે.
~
જીતવો હોય જો જંગ તો
દાવમાં જાત ને રાખજે.
~~~~~~~~~~~~
આરતી પરીખ & પીયુષ પરમાર
(૨૦૧૨)
મરકટ મન
બાવરું મન
સંઘરે રહસ્યો
સળગે સદા.
~~~~~
શમણે બેસી
સળવળાટ કરી
હંફાવે સદા.
~~~~~
આરતી પરીખ
તારુણ્ય
સ્પર્શી તીરછી તીખી નજર,
ખડકે અફળાતી એ લહર,
વમળ સર્જી વિલીન થતી
કોરીધાકોર જ રહી બહર.
_ આરતી પરીખ
. . . . . . . . . . . . . . .
બહર = યુવાની, તારુણ્ય