Archive | July 2, 2015
સંયમ
વાંઝણા વિચાર
દીદી………. બહુ આશ્ચર્ય થાય છે ને ?! મને ને મોહનને જોઈને ?!…… “
સંતોક એક ખૂબ જ લાગણીશીલ સ્ત્રી. પ્રેમાળ આંખો, ભાવ ભીનો અવાજ, શ્યામવર્ણ નમણો ચહેરો. પહેલી જ નજરે કઠોરમાં કઠોર પુરૂષના મનમાં પણ પ્રેમના અંકુર ફૂંટે એવી સ્ત્રી. જે કોઈ એને નજીકથી જાણતું થયું, એ દરેક વ્યક્તિની એ પ્રિય પાત્ર બની ગઈ છે. પરંતુ, એનાં ઘરમાં ? સાસરી અને પિયર, બન્ને પક્ષે સંતોકને “વાંઝણી” કહી હંમેશા તુચ્છકારી જ છે. તેમ છતાં, સદા હસતો-રમતો ચહેરો !
દર વર્ષે ઉનાળુ વેકેશનમાં તો ભારતમાં જ રહેવું પસંદ કરીએ. વેકેશનમાં વડોદરા આવીએ ત્યારે, સંતોક અને હું ખાસ્સો સમય સાથે ગાળીએ. સ્વભાવે મજાની મળતાવડી અને હોંશીલી પણ એટલી જ. એટલે જ તો, અમને બંનેને સારું ફાવી ગયેલું. હું અને સંતોક એક જ સોસાયટીમાં રહેતાં હોવાથી, સમાજમાં થતી ગણગણથી હું સંતોક વિષે ઘણું ખરું જાણતી. પણ, પંચાતથી દૂર રહેવાની ટેવને લીધે કદી એ ગણગણાટમાં ઊંડી ઊતરી ન હતી.
ગઈકાલે મોડીરાતે અચાનક દાદીમાની તબિયત બગડી. આ સમયે દાદીમાને હોસ્પિટલ લઇ જવામાં સંતોક અને એમના પતિ મોહનભાઈ સૌથી પહેલાં…
View original post 907 more words