પ્રજાસતાક દિવસની ઉજવણી

સંવેદનાનો સળવળાટ

કડકડતી ઠંડી
રાતના ૧૧ થવા આવ્યાં,
સાહેબના કોઈ અતાપતા નથી.
ત્યાં 
ફોન રણક્યો…..
“આવતીકાલે રજા છે,
તો 
આજે મોડે સુધી….ખેંચવું જ પડશે….
તું રાહ ન જોતી..સુઈ જજે.
આપણે કાલે સવારે સેલીબ્રેટ કરીશું..ઓકે માય ડીયર..”
.
.
ઓહ,
ડાઈનીંગ-ટેબલ સજાવીને રાહ જોતી બેઠી હતી.
આજે મેરેજ-એનીવર્સરી અને આવતીકાલે રીપબ્લિક-ડે..
બન્ને સાથે જ ઉજવીશું..કેવું કેવું વિચારી રાખેલું.
હશે હવે…
.
.
અચાનક આંખ ખુલી..
સવારના ૬ 
હજી સાહેબ પધાર્યા જ નથી..
યાદ આવ્યું કે,
દીકરીઓએ ફ્લેગ લાવી આપવા કહેલું.
મોબાઈલ પર રીંગ કરી યાદ અપાવું ત્યાં તો…
ડોર-બેલ રણકી…

“જલ્દીથી ૮-૧૦ મગ ભરી બોર્નવીટા બનાવ..
સાથે ચટણી-ચીઝ સેન્ડવીચ, ન્યુડલ્સ..ચોકલેટ્સ…”

એમની પાછળ 
હાથમાં ત્રિરંગા-ઝંડા પકડી 
મેલાઘેલા કપડામાં ૮-૧૦ છોકરાઓ……
.
.
હું દૂધ-નાસ્તો લઇ 
ડ્રોઈંગ-રૂમમાં આવી જોઉં તો..
આ શું ?!?
.
.
આખો રૂમ ત્રીરંગે રંગાયેલો..સજાયેલો..
.
બધાને બોર્નવીટાનો એક-એક મગ પકડાવ્યો,

“ઘટ..ઘટ..ઘટ……….”

અમે બન્ને મનોમન પ્રાસ મેળવી રહ્યાં,

“જન..ગણ..મન………….”
…………………………………………… _આરતી(૨૬.૧.૨૦૧૩)

View original post

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s