જાગતે રહો…

સાઉદી અરેબિયામાં રહેતી હોવાથી મંદિરે જઈ દેવદર્શનનો લાભ ન મળે. પણ, ઘરમંદિર કે પછી મનમંદિર નો લાભ ન ઉઠાવી શકીએ તો એ આપણો જ વાંક કહેવાય. થોડાં સમયથી પૂજાપાઠ સમયે શ્રી ડોંગરે મહારાજ દ્વારા લિખિત શ્રીમદ ભાગવત રહસ્ય વાંચી રહી છું. નવમાં સ્કંધમાં રામજન્મ વિષે વર્ણન છે.

“રામ જન્મોત્સવમાં સઘળાને આનંદ થયો. બધાં દેવોને સુખ થયું છે. એક ચંદ્રને દુઃખ થયું છે. રામલીલાના દર્શન કરી સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે. સૂર્યનારાયણ આગળ વધતા જ નથી. સૂર્ય અસ્તમાં જાય તો હું તમારા દર્શન કરી શકું. ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી, આ સૂર્યને આગળ જવાનું કહો ને ? મને તે તમારાં દર્શન કરવા દેતો નથી. તેમ કહી ચંદ્ર રડવા લાગ્યો, ત્યારે રામજીએ ચંદ્રને આશ્વાસન આપ્યું. આજથી હું તારું નામ ધારણ કરીશ_રામચંદ્ર. ચંદ્ર તોપણ પ્રસન્ન થયા નહીં.
 
રામજી કહે છે_તું ધીરજ રાખ. આ વખતે મે સૂર્યને લાભ આપ્યો છે, પણ ભવિષ્યમાં કૃષ્ણાવતાર ધારણ કરી તને એકલાને દર્શન આપીશ. કૃષ્ણાવતારમાં હું રાત્રે બાર વાગે આવીશ. એટલે તને લાભ મળશે. કૃષ્ણજન્મ વખતે ત્રણ જ જણા જાગે છે_વસુદેવ, દેવકી અને ચંદ્ર. જે રાત્રે જાગે એને કનૈયો મળે છે.”
 
આ વાંચતાં જ એક પછી એક વિચાર સ્ફુરવા લાગ્યાં. ગીતાજી બાજુ પર મૂકી હું વિચારમગ્ન થઇ ગઈ. પણ મને એનો કોઈ રંજ નથી. આજના ટીનેજર્સની ભાષામાં કહું તો, “ગીતાજી એ કંઈ ‘રટ્ટોફાઈ’ કરવા માટે નથી.” માત્ર વાંચવાથી કશું ન મળે. એને મમળાવવું પડે…થોડું ચિંતન..મનન..અધ્યયન કરીએ તો જ એનાં ગૂઢાર્થને સમજી શકીએ અને પછી જીવનમાં અમલમાં મૂકી શકાય.  
 
હવે અહીં, જાગવું એટલે શું ?!
 
जानिये जीव तबहि जग जगा । 
जब सव बिसय बिलास बिरागा ।। 
 
ગીતાજીમાં કહ્યું છે :
 
या निशा सर्वभूतानां तस्यां जाग्रतिं संयमी । 
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।।  
 
એ જ રીતે કઠોપનિષદનો આ મંત્ર જોઈએ…
 
उत्तिप्ठत जाग्रत प्राप्य वरान निबोधत । 
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्ग तथस्तत कवयो वदन्ति ।। 
 
ઊઠો, જાગો અને ઉત્કૃષ્ટ ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. (આત્મ-અનુભૂતિ કરો.) જ્ઞાની લોકો કહે છે કે જે રીતે તલવારની ધાર પર ચાલવું મુશ્કેલ છે તે રીતે આ વિકટ માર્ગ પર ચાલવું મુશ્કેલ છે.
 
‘ઊઠો’ અને ‘જાગો’ આ બે શબ્દો કાને અથડાય કે એક માત્ર આકૃતિ આંખ સમક્ષ ઉપસી આવે… સ્વામી વિવેકાનંદ. નિરાશાઓ અને હતાશાઓમાંથી બહાર આવવાની હાકલ…
 
એલાર્મ વાગ્યે આંખો ચોળતા, બગાસા ખાતાં, આળસ મરડતા પથારીમાંથી ઊઠવું અને મન-મગજની સંપૂર્ણ જાગૃત અવસ્થામાં આસમાન-જમીનનો ફર્ક.

ભણેલોગણેલો પોતાની જાતને ઉચ્ચ સમજતો વર્ગનો કોમન પ્રશ્ન, “ગુરુની શી જરૂર?” તો એ મહારથીઓને અચૂક કહેવાનું મન થાય કે, ‘એક નાની અમથી વાત જાણવા માટે’ય તમને ‘ગુગલ સર્ચ’ કરવું પડે છે. 
 
તો અંતરાત્મા સુધી પહોચવા…આત્માનુભૂતિ કરવાં… ગુરૂ ભારે કેમ પડે છે?!’  
ક્યારેક તો આપણી જિંદગી સમસ્યાઓની વણઝાર જેવી લાગે છે. મોટાભાગની સમસ્યાઓ આપણી માનસિકતાને લીધે જ ઉદભવતી હોય છે. આવા સમયે વિચાર-શુદ્ધિ એટલે જ જાગવાની ક્રિયા
 
જીંદગીમાં ભૌતિક સુખ દરેકના નસીબમાં હોતું નથી. પરંતુ, મનની શાંતિ તો માત્ર વૈચારિક શુદ્ધિથી જ મળે. 
 
કોણ, ક્યારે ને કેવી પરિસ્થિતિમાં જાગે છે ?!
જાગે જે કોઈ ધનનો ધણી;
જાગે જેને ચિંતા ઘણી.
જાગે રાત અંધારી ચોર;
જાગે ઘન વરસંતે મોર.
જાગે દીકરીઓનો બાપ;
જાગે જેના ઘરમાં સાપ. _ (અજ્ઞાત)
 
અન્નાજીના એક સમર્થકની કવિતાનો અંશ….

જાગી ગયા છીએ, જાગતા જ રહીએ,
ભ્રષ્ટાચારીઓને ભગાવી દઈએ.
ઊંઘતાઓને જગાવી દઈએ,
બેઈમાનોને ફગાવી દઈએ
સાવધાન રહીએ, જાગતા જ રહીએ,
 
હાલમાં મોદીજીએ શરૂ કરેલી સ્વચ્છતા ચળવળ સમાજ-જાગૃતિ જ છે.
 
એ મન…હું કેમ ભૂલી જાઉં છું ?!

મારા થી જ “સમાજ” રચાય છે,

નહિ કે ‘સમાજ’ થી ‘હું’ !

હું સાચી રહું…

હું સ્નેહી રહું…

હું સમજદાર રહું..

હું સંતોષી રહું…

હું સરળ રહું…

તો,

હું સફળ રહીશ…

હું પ્રેમાળ રહીશ…

હું સુખી રહીશ…

“તું” ને “હું” બની રચાય “સમાજ” !

“હું” બદલાઉં….

“તું” બદલાય…

આખી સમાજ-રચના બદલાઈ જશે !

ચાલ,

“હું” ને “તું”

બની રચાય ” સુંદર સમાજ ” !

……………………………………………………………………………………………………………………………..  આરતી પરીખ ૧૨.૧૧.૨૦૧૪
Advertisements

One thought on “જાગતે રહો…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s