થોડાસા શાયરાના અંદાઝ

જ્યાં; જાત પર જ આશ ન રહે,

વિશ્વાસ પણ આસપાસ ન રહે.

~~~

ખુદથી પર થતાં પહેલાં ખુદને જ મળવું પડે છે,

ખુદને મળવા આશ-વિશ્વાસની સીડી ચડવી પડે છે.

~~~

અમારો’ય પ્રભાવ એવો કે, એ કદી વ્યક્ત કરી ન શક્યાં,

એમની’ય મૃદુતા એવી કે, અમે કદી તક્ત સજી ન શક્યાં!!

~~~

અમે જો તપતો સૂરજ તો તમારે વાદળ બની છાવું,

લુંપ્પાછુપ્પી રમતાં આપણે હરિયાળીનું ગીત ગાવું.

~~~

સૂરજ જેવાં જયારે રહ્યાં પ્રખર,

વાદળ બની વરસ્યાં એ ઝરમર.

~~~

પ્રેમમાં પકડાઈ જવું બૌ મજાનું હોય,

ચસચસતું ચુંબન જો સજામાં હોય!!

~~~

ત્યાંની ત્યાં જ અટકી હતી સઘળી વાત,

અનિર્ણિત; હું કે મારી લાગણી જ પછાત?!

~~~

સમજદારી એ જ બગાડી સઘળી વાત,

પ્રેમાળ પળે જ ઘર કરી આખી’ય નાત!!

~~~

વહેંચતાં ગયાં ને વધતું રહ્યું,

પ્રેમધનથી જીવન સજતું રહ્યું.

~~~

ઈશ્વરને’ય પ્રશંસાની ખેવના બૌ ભારે પડી છે,

ચોરેચૌટે હનુમાનજી, માતાજીની દેરી મળી છે.

~~~

પાખંડીઓને ખુલ્લાં પાડે એને અધર્મી કે’ છે,

એવાં ધર્મિષ્ઠ સમાજમાં પાપી હોવું વરદાન.

~~~

વેરઝેર, ઈર્ષામાં ફાવટ ન આવી,

તો, દુશ્મનીની વાત ક્યાં આવી ?!

~~~

 આરતી પરીખ
૧૧.૧૧.૨૦૧૪ 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s