Archive | November 11, 2014

સ્ત્રીનો સામાજીક દરજ્જો

કહેવાય છે કે,
You educate a man, you educate an individual.
You educate a woman, you educate a family.

તેમ છતાં, ૨૧મી સદીમાં જીવતાં આપણે_શિક્ષિત લોકો જ થોડાં થોડાં સમયે આ ચર્ચા ઉખાડતા રહીએ છીએ.  અમુક વખતે તો આ જ સ્ત્રી-વિષયક ચર્ચા એવી ઉગ્ર બનાવી દઈએ છીએ કે, સમજ જ ન પડે કે ચર્ચાનો મૂળ વિષય “સ્ત્રી” હતો કે “સેક્સ”?!
સૌપ્રથમ શાસ્ત્રોથી જ શરૂઆત કરીએ તો, મનુ ભગવાને સ્ત્રીને બીજાનાં આધિપત્ય નીચે મૂકી છે. બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને પછી પુત્ર.  સ્ત્રીને પોતાની જાત માટે નહી પણ બીજા માટે જ જાણે જીવવાનું હોય એમ એનાં જીવનના દરેક તબક્કે એની ઉપર પુરૂષનું આધિપત્ય સ્થાપી દેવામાં આવ્યું છે. મનુ ભગવાનના નામે એમ પણ કહેવાય છે કે, “સ્ત્રીઓ પૂજ્ય છે, ત્યાં દેવોનો વાસ થાય છે.”
પરંતુ, અહીં સ્ત્રીઓને પૂજવા માટે પુરૂષને ઊતારી પાડવો અને પછી સ્ત્રીને ચડિયાતી સાબિત કરવી એવું અર્થઘટન ન કરવું. એ જ રીતે, સ્ત્રીને પૂજી પૂજીને એની દેવી રૂપે શીલા બનાવી પૂજન કરો અને પછી સામાજીક ઉપેક્ષા થાય એ પણ સ્વીકાર્ય નથી.
વર્ષોથી રૂઢ થયેલી આપણી સમાજ રચનામાં વિશ્વમાં ભાગ્યેજ કયાંક સ્ત્રી-પુરૂષ સમાનતા જોવા મળે છે. મોટાભાગની સ્ત્રીઓ ઘરની ચાર દીવાલોમાં જ જીવન વ્યતીત કરે છે. ઘરકામમાં જ તેમનું જીવન સુરક્ષિત માનવામાં આવે છે. એમની બુદ્ધિશક્તિનો ઉપયોગ ભાગ્યેજ કોઈ સમાજ કરી શકે છે. સ્ત્રીને પોતાની જાત માટે નહી પણ બીજા માટે જ જાણે જીવવાનું હોય એમ  સ્વ-વિકાસ કે વ્યક્તિત્વ-વિકાસના ભોગે બીજાની સેવામાં આત્મ-ભોગ આપીને જ કૃતજ્ઞતા અનુભવવાની હોય છે. કવિવર ટાગોરની કવિતાના શબ્દો યાદ આવતાં નથી પણ એનો ગુજરાતીમાં અર્થ_સ્ત્રીનું સર્જન “પ્રિયજનની સેવા કાજે” થાય છે.
ઘણી સ્ત્રી ઉદ્ધાર સંસ્થાઓના સભ્યો થોડાં થોડાં સમયે બરાડા પાડે છે, “સ્ત્રીઓને સમાજમાં પુરુષોની સમાન કક્ષાએ સ્થાન મળવું જ જોઈએ” ….આ લોકોને જરા શાંતિથી પૂછો કે, “આપ શું સાબિત કરવાં માંગો છો ??”
આપણા સમાજમાં સ્ત્રી અને પુરૂષ બંનેના કાર્ય-ક્ષેત્ર જુદાં-જુદાં છે. મોટાભાગની સ્ત્રીઓનું કાર્ય-ક્ષેત્ર ઘરકામ અને કુટુંબજીવન છે. આ કાર્ય પુરૂષના ઘરની બહાર નીકળી કુટુંબના જીવન-નિર્વાહની જવાબદારીના કામથી જરાયે ઉતરતું નથી. આ વાતનો જ્યાં સુધી આપણો સમાજ (સ્ત્રી અને પુરૂષ બંને) સ્વીકાર નહી કરે ત્યાં સુધી સ્ત્રીઓ કદી સમાનતા અનુભવી શકશે નહી. સ્ત્રીઓની ઘરની જવાબદારીનું મહત્વ પુરૂષના ઘરની બહાર નીકળીને કામ કરવાં જેટલું જ મહત્વનું છે. સ્ત્રીએ ઘરની, બાળકોની, વડીલોની જવાબદારી સાંભળી છે એટલે જ પુરૂષ નિશ્ચિંતપણે ઘરની બહાર કામ કરવાં નીકળી શકે છે. 
હવે રથ તો ઐતિહાસિક ટીવી સીરીયલ પૂરતાં જ માર્તાદિત રહ્યાં છે. પણ આ સમયે અચૂક ‘રથ’ને યાદ કરીશ. રથના બે પૈડામાંથી કયું પૈડું મહત્વનું ? ડાબું કે જમણું ? હસવું આવ્યું ને?!  હા, જેમ રથમાં બંને પૈડાં એકબીજાના પુરક છે એમ જ સ્ત્રી-પુરૂષ એકબીજાના પુરક છે. બંને એકબીજા વિના અધૂરા. બદલાતાં સમય સાથે હવે સ્ત્રીઓ ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળી રહી છે. અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી ચુકી છે. ઘણાં એવાં ક્ષેત્રો પણ છે કે જ્યાં માત્ર સ્ત્રીઓનું જ આધિપત્ય છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર (મેડીકલ)માં સ્ત્રીઓ મોખરે છે. આજકાલ, ભારતમાં ફાઈનાન્સ અને મીડિયાના ક્ષેત્રોમાં પણ સ્ત્રીઓ મોખરે છે. થોડાં ભારેખમ શબ્દોમાં કહું તો, કાર્યદક્ષતાને જાતિ સાથે કશો સંબંધ નથી. એ વ્યક્તિગત છે.
સમાજના ઉદ્ધાર માટે લોક-જાગૃતિ જરૂરી છે. આ લોક-જાગૃતિ તો જ શક્ય બને કે, એમાં_“હું શું કરું ?” છોડી વ્યક્તિગત જાગૃતિ લાવીએ. 
“The thing women have yet to learn is nobody gives you power. You just take it”. _Roseanne Barr
અહીં, સ્ત્રીઓએ સૌથી પહેલાં જાગૃત થવાની જરૂર છે. ગરીબડી ગાયની ભૂમિકામાંથી બહાર નીકળવાની જરૂર છે. પણ, એનો અર્થ એ પણ નથી કે, પુરૂષ સામે બંડ પોકારો. 
“I do not wish women to have power over men; but over themselves”. _ Mary Wollstonecraft
To awake the people,
it is the WOMAN,
who must be awaken.
Once,
she is
on the move….
the family moves..
the village moves..
the nation moves..
…………………………………………………………….. Jawaharlal Nehru
જવાહરલાલજીએ માત્ર ભાષણ આપવા માટે કહ્યું કે લખ્યું ન હતું. એમણે પોતાની વિચારસરણી બદલી, પોતાના ઘરથી જ શુભ શરૂઆત કરી હતી. આગળ જતાં,આખી દુનિયાને ઇન્દીરા ગાંધી જેવી પ્રભાવશાળી સ્ત્રીનો પરિચય થયો.
છતાં, હજી સમાજમાં મોટાભાગના લોકો માટે સ્ત્રી એટલે “sex & production unit” જ છે. આજકાલ કોઈ પણ ક્ષેત્રની વાત લો. ટીવી સીરીયલ, ફિલ્મ, સાહિત્ય, કલા કે પછી આજકાલનું સૌનું માનીતું ફેસબુક-ટ્વીટર, આ બધાં માધ્યમમાં જે પ્રોગ્રામ કે ચર્ચા ચાલતી હોય તે જોશો કે વાંચશો તો અનુભવશો કે, ૯૦% સમાજ માટે સ્ત્રી એ માત્ર સેક્સનું સાધન માત્ર જ છે. અહીં, સમાજની વિચારસરણી છૂપી રહેતી નથી. સમાજ માત્ર આધુનિકતાનો દંભ કરે છે, ભીતરે તો હજી એજ સંકુચિત વિચારો ખદબદે છે.
5 O’s of A Powerful Woman
She
is
Optimistic
Outgoing
Outstanding 
Open-minded
Outspoken
women power, quotes, sayings, famous, wise 14
……………………………………………………………………………………………………………………………………….. આરતી પરીખ

થોડાસા શાયરાના અંદાઝ

જ્યાં; જાત પર જ આશ ન રહે,

વિશ્વાસ પણ આસપાસ ન રહે.

~~~

ખુદથી પર થતાં પહેલાં ખુદને જ મળવું પડે છે,

ખુદને મળવા આશ-વિશ્વાસની સીડી ચડવી પડે છે.

~~~

અમારો’ય પ્રભાવ એવો કે, એ કદી વ્યક્ત કરી ન શક્યાં,

એમની’ય મૃદુતા એવી કે, અમે કદી તક્ત સજી ન શક્યાં!!

~~~

અમે જો તપતો સૂરજ તો તમારે વાદળ બની છાવું,

લુંપ્પાછુપ્પી રમતાં આપણે હરિયાળીનું ગીત ગાવું.

~~~

સૂરજ જેવાં જયારે રહ્યાં પ્રખર,

વાદળ બની વરસ્યાં એ ઝરમર.

~~~

પ્રેમમાં પકડાઈ જવું બૌ મજાનું હોય,

ચસચસતું ચુંબન જો સજામાં હોય!!

~~~

ત્યાંની ત્યાં જ અટકી હતી સઘળી વાત,

અનિર્ણિત; હું કે મારી લાગણી જ પછાત?!

~~~

સમજદારી એ જ બગાડી સઘળી વાત,

પ્રેમાળ પળે જ ઘર કરી આખી’ય નાત!!

~~~

વહેંચતાં ગયાં ને વધતું રહ્યું,

પ્રેમધનથી જીવન સજતું રહ્યું.

~~~

ઈશ્વરને’ય પ્રશંસાની ખેવના બૌ ભારે પડી છે,

ચોરેચૌટે હનુમાનજી, માતાજીની દેરી મળી છે.

~~~

પાખંડીઓને ખુલ્લાં પાડે એને અધર્મી કે’ છે,

એવાં ધર્મિષ્ઠ સમાજમાં પાપી હોવું વરદાન.

~~~

વેરઝેર, ઈર્ષામાં ફાવટ ન આવી,

તો, દુશ્મનીની વાત ક્યાં આવી ?!

~~~

 આરતી પરીખ
૧૧.૧૧.૨૦૧૪