સત્તરાક્ષરે…

તોફાની થયો
દરિયો, નદી દીઠી
ખળખળતી.
~~~~~
નદી મિલને,
ખુશહાલ દરિયો,
રેતમાં રમે.
~~~~~
સ્પર્શની હૂંફે,
ગુલમહોર મ્હોરે,
ખંજન વચ્ચે.
~~~~~
અમાસી રાતે,
શમણાં ટમટમે,
આકાશ આંબે.
~~~~~
સૂર્ય કિરણે
ખરે, અંધારે ઉગે,
સોણલાં સ્વપ્ન.
~~~~~
મન મોરલો,
થનગનાટ કરે,
જીવનભર.
~~~~~
પીળી જાજમે,
વસંતને વધાવે,
સઘળા વૃક્ષ.
~~~~~
રણ કે વન,
કલ્પન થકી, કવિ
રહે જીવંત.
~~~~~
ચીંથરેહાલ
લાગણી, સંબંધમાં
છૂપી માગણી.
~~~~~
ख़ुशी या गम,
बहते ही रहना,
नैन का धर्म।
……………………….
આરતી પરીખ
14th to 18th Sep 2014

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s