“માણતાં આવડે તો મજ્જા એ મજ્જા છે !!”

Image

છો’ તું નહીં, તારી મીઠી યાદની પણ ખાસ મજ્જા છે,
એકતરફી આ પ્રેમના આસ્વાદની પણ ખાસ મજ્જા છે,

તું હંમેશ રહ્યો પહેલી હરોળે ને છેલ્લી હરોળે બેઠાં બેઠાં
ચોરીછુપીથી તને નિહાળવાની પણ ખાસ મજ્જા છે,

લોક’ નજરે તો; જીવી રહી છું પ્રીતે છલોછલ જીવન
ને, મનોમન તરસતાં રહેવાની પણ ખાસ મજ્જા છે,

જાતે કરીને ઝપલાવ્યું ઝંઝાવાતી પ્રિત મહાસાગરે
એકલા સાગર ખેડવાની પણ એક ખાસ મજ્જા છે,

‘આરતી’ ટાણે; ઝાલર રણકે; સંધ્યાના સોનેરી રૂપે
એ ક્ષણિક મિલન આભાસની પણ ખાસ મજ્જા છે !!
………………………………………………………………………………………………..  _આરતી પરીખ(૩૦.૧૦.૨૦૧૩)

Advertisements

One thought on ““માણતાં આવડે તો મજ્જા એ મજ્જા છે !!”

  1. ‘આરતી’ને સ્થાને ‘ ફેસબુક’મૂકી જુઓ..ફક્ત મનોમન અને .એની પણ ખાસ મઝા આવશે

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s