“દીકરી”
આંગણે આવી દિલમાં ટકોરાં કરે જરી,
‘દીકરી’ નામે આવી નાજુક નમણી પરી,
કદી લાગી નફિકરી, તો કદી એ અંતર્મુખી,
‘દીકરી’ નામે પરિવારને મળી પ્યારી સખી,
લો’ક છો’ને કહે, છે એ તો ‘પારકી થાપણ’
‘દીકરી’ નામે મળ્યું આખા કુટુંબનું ઢાંકણ,
પ્રભુતાના પગલે બંને પેઢીને ઉજાળશે; છે વિશ્વાસ,
‘દીકરી’ નામે મળી મીઠી અનુભૂતિ, મૌન અહેસાસ,
પથ્થર જેવાં પુરૂષની પણ ભીની થાય છે પાંપણ,
‘દીકરી’ જયારે આંગણે છોડી જાય એનું બાળપણ………..
……………………………………આરતી પરીખ(૧૮.૯.૨૦૧૩)
દીકરી નો જન્મ એ કાંઇ એક ભવના પુણ્યનો પ્રતાપ નથી..નહી તો ભગવાન રામને પણ વિધાતાએ દીકરી વિના શા માટે રાખ્યા?
LikeLike
very nice…we will publish in dewali issue…..u also send me ur half page dewali massage about jan fariyad & readers riview for dewali issue…..u also help in atleast one page advertisement any one business or as u wish to jan fariyad funding help..
pradip raval
________________________________
LikeLike
Sure, Pradip, I will try my best.
LikeLike
very nice દીકરી’ નામે મળી મીઠી અનુભૂતિ, મૌન અહેસાસ,
LikeLike