“વિરહિણી”

ઓ સાહ્યબા મારા….
મનમાં ફૂંટતી લીલી લીલી કુંપળ લખ ને,
શબ્દે સજી લાગણી ભીનો કાગળ લખ ને,
રાતભર તડપતાં આંસુ’ય કાળા લાગે રે
હવે તો સોનેરી સવારની ઝાકળ લખ ને…..
ઓ સાહ્યબા મારા…
આકાશી પ્રીતથી છલોછલ એક વાદળ લખ ને,
રણમાં રહેવાં થોડાં લીલાં-સૂકાં બાવળ લખ ને,
કુદરતની કરામત પણ તારા વિના છે ઝાંખી રે
હવે તો ધરાના’ય સંતોષ કાજ તું’ય વિહવળ લખ ને…
ઓ સાહ્યબા મારા….
સાહ્યબો નહિ તો શું કહું?! કૈક આગળ લખ ને,
તારા આગમનની કંઇક તો અટકળ લખ ને,
જીવતર આખું લખી આપું તારે જ નામ રે
હવે તો જયમાલા નામે પ્રીત-સાંકળ લખ ને…
ઓ સાહ્યબા મારા….
હવે તો તું’ય છો થોડો વિહવળ લખ ને….
ઓ સાહ્યબા મારા….
હવે તો શિષ્ટાચાર છોડી કૈક આગળ લખ ને ….  _આરતી(૨૬.૧૧.૨૦૧૨)
Image

3 thoughts on ““વિરહિણી”

  1. વાહ,સખી,
    ને કહીશ હુ મારા સાહબાને,કોરા ભાલને ભીના કરેલ લખને,
    ભીનાં વાળમાં ફતી આંગળી કેવી પ્રીત કરતી લખને…..સુંદર સખી…..
    KiranAaksar Sakhi.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s