આજ હોંઠો એ હડતાલ પાળી છે
એટલે જ, આંખો ની રાતપાળી છે,
જોવી’તી દિવસે દુનિયા રૂપાળી
એટલે જ, ચૌદસે રાત કાળી છે,
પ્રભુ પ્રસાદે છપ્પનભોગ થાળી
એટલે જ, મંદિરે લોખંડી જાળી છે,
ખોખલા સમાજે પુરુષ થયો વનમાળી
એટલે જ, તો પ્રેમિકા હવે ઘરવાળી છે,
નરી આંખે દુનિયાની રીત કેવી નિરાળી
એટલે જ, “આરતી” એ અહી જાત બાળી છે.
…………………………………………………………. _આરતી
fine ,,,
LikeLike
વાહ..!
મારે કહેવાનું તને એમ તો ઘણું હતું સનમ;
તને શું ખબર કેવી રીતે મેં એ વાત ટાળી છે.
LikeLike