“ઓ છોરા, શે’ રહેશો કોરા ?!”

Image
નેણ મારા મારાથી’ય બોલકા છે ઓ છોરા,
વેણ તો ખાળશો પણ દિલથી શે’ રહેશો કોરા ?! …
કવિની કોમળ કવિતા છું હું,
સ્નેહની શીતલ સરિતા છું હું,
મનથી મુગ્ધ મુદિતા છું હું,
છાની શે’ રાખીશ તારા દિલની વાત ઓ છોરા..
નેણ મારા મારાથી’ય બોલકા છે ઓ છોરા,
વેણ તો ખાળશો પણ દિલથી શે’ રહેશો કોરા ?! …
દર્પણ સામે તારા આ દિદાર તો જો,
વિરહથી ઉની ઉની અશ્રુધાર તો જો,
જરામાં છેડાયા ઉર-વીણાના તાર તો જો,
બંધ શે’ રાખીશ તારા દિલના દ્વાર ઓ છોરા..
નેણ મારા મારાથી’ય બોલકા છે ઓ છોરા,
વેણ તો ખાળશો પણ દિલથી શે’ રહેશો કોરા ?! …
સામી મળું તો ઠાલું શરમાય છે,
સપને મળું તો મીઠું હરખાય છે,
આંખોથી કેમ આવું કતરાય છે ?!
છેટું શે’ રાખીશ તારા દિલને મુજથી ઓ છોરા…
 
નેણ મારા મારાથી’ય બોલકા છે ઓ છોરા,
વેણ તો ખાળશો પણ દિલથી શે’ રહેશો કોરા ?! …
………………………………………………………………………._આરતી(૨૯.૯.૨૦૧૨)

 

7 thoughts on ““ઓ છોરા, શે’ રહેશો કોરા ?!”

  1. સામી મળું તો ઠાલું શરમાય છે,
    સપને મળું તો મીઠું હરખાય છે,
    આંખોથી કેમ આવું કતરાય છે ?!
    છેટું શે’ રાખીશ તારા દિલને મુજથી ઓ છોરા…

    નેણ મારા મારાથી’ય બોલકા છે ઓ છોરા,
    વેણ તો ખાળશો પણ દિલથી શે’ રહેશો કોરા ?! … વાહ વાહ આરતી.. ગજબ નું મસ્તી ભર્યું ગીત..

    Like

  2. વાહ….સરસ….
    નેણ થી વિધાણાં અમારા દલડાં ઓ છોરી,
    વેણ’શે ટળે જ્યાં નેણથી વિધાણાં છોરી !

    કલમની મુકત કલ્પના તું ,
    વિચારોની ગુઢ ગહનતા તું ,
    પ્યારની આખી પરિભાષા તું ,
    કોને કહું આ મારા દિલની વાત ઓ ગોરી છોરી…

    નેણ થી વિધાણાં અમારા દલડાં ઓ છોરી,
    વેણ’શે ટળે જ્યાં નેણથી વિધાણાં છોરી !

    વિજોગમાં સુકાણાં અમ નેણ કેરા નીર જો,
    વાટુ સુની પડી છે તારા પાગલ વિણ જો,
    ગામ પાદર ને પડ્યા સુના ખેતરના શેઢા જો,
    આવી જા તોડી ને જુઠા બંધનના દ્વાર ઓ છોરી….

    નેણ થી વિધાણાં અમારા દલડાં ઓ છોરી,
    વેણ’શે ટળે જ્યાં નેણથી વિધાણાં ઓ છોરી !……રાજુ

    Like

    • આહાહ….રાજુ આપણાં બંનેના ગીત ભેગાં વાંચીએ તો તો યુગલ-ગીત બની જાય…..વાહ દિલ-સ્પર્શી..

      Like

Leave a comment