લાગણીનો ગંજીફો કીધો; જીવનની ખેલી છે બાજી,
વ્હાલપથી ખેલજો કાનજી; રાધા હારીને’ય છે રાજી.
અકળ તારો મનસુબો,
ગોકુલ પધારે નંદલાલો,
ઉત્સવથી ખેલજો કાનજી; રાધા હારીને’ય છે રાજી.
દ્વારિકા જઈ ભૂલે વ્હાલ,
વ્રજરજથી ખેલજો કાનજી; રાધા હારીને’ય છે રાજી.
લખ ચૌર્યાસી તારે જ દ્વાર,
અમીનજરે ખેલજો કાનજી; રાધા હારીને’ય છે રાજી.
પ્રેમ અને રમત: નો સમન્વય. પણ પ્રેમ રમત ના બને એ જોવું.
LikeLike
lovely poem
LikeLike