બકુલ મહેતા ની વસિયત નો વારસદાર કોણ..? ..સૌ ના મનમાં એક જ સવાલ છે.
બીના ધીર ગંભીર રહી સૌ સગા-સ્નેહીઓ ને નિહાળી રહી છે. હજી તો ગઈ કાલે સમી સાંજે બકુલે અંતિમ શ્વાસ …ને આજે હજી સાંજ પણ ઢળી નથી ને, સૌ ને વસિયત ની ઉતાવળ….વકીલ ને પણ ઉતાવળ છે, જલ્દી ઘરે પહોંચી..તૈયાર થઇ.. બર્થડે પાર્ટી માં જવાનું છે.
ને સૌની આતુરતા નો અંત આવ્યો…
“શ્રી બકુલ મહેતા ના અવસાન પછી એમની મિલકત એમની પત્ની બીના ..ને જો બીના મહેતા નું અવસાન થાય તો સઘળી મિલકત….
“મારી સંવેદના ને સાચા અર્થે સમજનાર ને”…..લી. બકુલ મહેતા
સૌ દંગ રહી ગયા…ને, બીનાની નજર સમક્ષ એક આકૃતિ ઉપસી આવી…ઘઉંવર્ણી, ઉમર ૧૮ વર્ષ..સુડોળ કાયા..નટખટ આંખો ને નિર્દોષ હાસ્ય…ને કાને સાંભળ્યું…
…”બીના, આ મારી ‘જ્વાળા’…ઓહ..I mean..જ્યોતિ.આપણાં રમીલાભાભીના મોટાભાઈની દીકરી છે. આપણાં ઘરે રહી ને જ મોટી થઇ..ભણી છે…હવે B.E.(civil) માં બીજા સેમિસ્ટર માં છે તો હોસ્ટેલ માં રહે છે. ને, બીજી એક ખાસ વાત એ કે ….આપણાં લગ્ન માટે એ જ જવાબદાર છે. એડમીશન મળી ગયું પણ, એક જ જિદ્દ લઈને બેઠેલી. “ફૈબા, મારા ચાંચીયા ને પરણાવો તો જ આગળ ભણીશ ને પરણીશ.” અરે…હા, મને જાહેરમાં ભલે ‘ચાચુ’ કહેતી હોય પણ ઘરમાં તો મને કાયમ ‘ચાંચીયો’ જ કહે છે. એની પ્રેમાળ જિદ્દ પાસે ઘરમાં કદી કોઈનુંય ચાલ્યું નથી. જો ને, ૩૮ વર્ષનો થયો ત્યાં સુધી ઘરમાં કોઈને’ય ન સુજ્યું કે મને પરણાવવો જોઈએ..મને’ય પ્રેમ..રોમાંસ કરવાની ઈચ્છા થાય..પણ, મારી આ ટપુકડી જ્વાળા મને પરણાવી ગઈ..એને તારી દોસ્ત બનાવી દે જે. ખુબ જ સંવેદનશીલ છોકરી છે.”
………..બીનાની આંખો અશ્રુઓ સાથે ભૂતકાળના સ્મરણો વહાવી રહી હતી…
બીના પણ ખુબ જ પ્રેમાળ…ગરીબ ઘરની માં-બાપ વિહોણી.. પડોશીઓના પ્રેમથી ઉછરેલી..રસ્તે રઝળતાં કુતરા પણ એને વ્હાલા લાગે.. તો, આ તો “પ્રેમજ્યોતિ”….જ જોઈ લો..પલકમાં બીના ને જ્યોતિ મિત્રતાના બંધને બંધાઈ ગયા. જ્યોતિ વેકેશનમાં ઘરે આવે ને, “જ્વાળા” ને “ચાંચીયા”…થી ઘર ગુંજી ઉઠતું.
જ્યોતિના લગ્નની જવાબદારી બકુલે જ નિભાવેલી. જ્યોતિના માં-બાપે ઘણી વિનંતી કરી કે, “તમે જ ઉછેરીને મોટી કરી છે તો કન્યાદાન પણ તમે જ કરો.”પણ, બકુલે ચોખ્ખાં શબ્દોમાં ના કહી’તી. બીનાની નજરે આ સંબંધ હંમેશા નિર્દોષ ને પવિત્ર જ હતો એટલે શંકા ને કોઈ સ્થાન ન જ મળ્યું……
બીનાને જ્યોતિની ખોટ વરતાઈ રહી હતી…એણે ઘડિયાળ સામે જોયું. રાતના ૧.૧૫ થયા’તા…’જ્યોતિનું પ્લેન લેન્ડ થઇ ગયું જ હશે. ડ્રાયવર ને એરપોર્ટ મોકલ્યો જ છે. થોડા સમયમાં તો ઘરે પહોંચી જ જશે..’ મનોમન બોલી રહી ને ભૂતકાળ ની યાદોથી મન હળવું થયું હશે તો બીના ઝોંકે ચડી…..
~~~~~
આજે અ’વાદમાં બહુ સમયે ફ્લાઈટ સમયસર પહીચી. ને, જ્યોતિને પણ જલ્દી ઘરે જવાની ઉતાવળ હતી. લગ્ન પછી પગફેરાની વિધિ માટે ઘરે આવેલી ને બીજા જ દિવસે લંડન જવા નીકળી ગયેલી…૧૦ વર્ષે ઘરે…પિયરે આવી રહી હતી…ને, બકુલના અવસાનનું અસહ્ય દુઃખ….પણ, રડી ન હતી..દિલથી અપાર વેદના અનુભવી રહી ને આંખો સાવ કોરીકટ…
ડ્રાઈવરે ગાડી ચાલુ કરી…ને, જ્યોતિ યાદોની સફરે…પવન ને લીધે જ્યોતિના વાળની લટ વારંવાર મો પર આવવા લાગી..ને, અચનાક ડૂસકું આવી ગયું…એ કારમાં હતી કે ટ્રેનમાં..??!!?……..જ્યોતિ અને બકુલ ના જીવનની અવિસ્મરણીય સફર……
~~~~~
રમીલાફૈબાના ૨૩ વર્ષીય સંદીપ..જ્યોતિ નો લાડલો ભાઈ..પ્રેમમાં પડ્યો ને પરણી રહ્યો છે…બધા એની સગાઇ માટે અ’વાદ થી સુરત ટ્રેનમાં જઈ રહ્યા છે…અંતાક્ષરી જોરદાર જામી છે…અચાનક જ્યોતિને દેખાયું કે ચાચુ ગાયબ છે…એ તો ગીતો ગાવાના શોખીન… તરત ઉભી થઇ ને એના પ્યારા ચાચુ…ચાંચીયા ને શોધવા ચાલી…જોયું તો, ડબ્બાનો દરવાજો ખોલી પગ લટકાવી બેઠા છે. ૧૪ વર્ષીય હરણી દોડી……
“એય્ય્ય …એ..એય્ય્ય..ચાંચીયા…મને’ય બેસાડ ને…”
“ના, જ્વાળા…તું નાની છો. જો..બરાબર પકડીને ન બેસે તો પડી જવાય…”
“પણ, ચાંચીયા…તમે છો’ને..મને શું ચિંતા…મને કમરથી પકડી રાખજો…”
ને, જ્યોતિની બાળહઠ પાસે બકુલનું કોઈ ગજું ??!!?? બેસી જ ગઈ..બે હાથે હેન્ડલ પકડી લીધું ને બકુલ સામે જોઈ કમર હલાવવા લાગી….બકુલે તરત જ જ્યોતિની કમરેથી પકડી ને થોડી ઉપર ખેચી વ્યવસ્થિત બેસાડી દીધી કે જેથી સરકી ને પડી ન જાય…
એવું ન હતું કે જ્યોતિ પહેલીવાર બકુલની સમીપ આવી હોય..એ તો બકુલના ખભ્ભે ચડીને રમતી ને ફાંદ પર કુદકા મારતી પા પા પગલી ભરતાં શીખી છે..હજી ગઈ કાલે રાત્રે…ઘરે અંતાક્ષરી ચાલુ થઇ તો ગીતો ગાતા બકુલની ફાંદે જ તબલા ની ખોટ પૂરેલી…!!
…પવનના સુસવાટા શરૂમાં તો જ્યોતિને ખુબ પ્યારા લાગ્યા પણ, એના વાળ વિખાઈ ગયા…૨-૪ લટ થોડી થોડી વારે મો પર આવી જતી..ને સ્વભાવગત..નટખટ.. નખરાળી… ઉભરતા યૌવનના પ્રથમ પગથીયે પહોચેલી…ઓલ્યા સમીર સાથે મસ્તીએ ચડી…જેવી લટ મો પર આવે કે જોરથી ફૂંક મારી ઉડાડે…જાહ્ને કુદરતને’ય સામો પડકાર ફેંકી રહી હોય…”કોણ વધુ ઉંચે ઉડાડે..તું કે હું..??!!”
ને, આ નખરાળીની મસ્તી… શાંત ચિત્તે નિહાળતા બકુલના શરીરને’ય સ્પર્શી ગઈ…ધીમી ધ્રુજારી…ને, એણે કમર ફરતે પકડ મજબુત કરી…
“એય ..ચાંચીયા..હું હવે ફૂંક મારી થાકી..મારા વાળ સરખા કરો ને..”
….બકુલે હેન્ડલ પર થી હાથ લઇ વાળની લટો સરખી કરવાં કોશિશ કરી..ને એમાં એના હોંઠ જ્યોતિના ગાલને સ્પર્શી ગયા…ફરી એક ધ્રુજારી આખા શરીરે ફરી વળી..આ વખતે બકુલ એના શરીર પરનો કાબુ ગુમાવી બેઠો..જ્યોતિને જોરથી પકડી ને કાન નીચે ચૂમી લીધી…જ્યોતિ પણ ધ્રુજી ઉઠી…
“ચાંચીયા..શું કરો છો..?????….ગલીગલી થાય છે…છોડો ને…”….”ગમે છે પણ ….કંઈક થાય છે….”
ને, બકુલ સફાળો જાગી ગયો…ડૂસકું ભરાઈ ગયું…જ્યોતિ ને સંભાળી ને ઉભી કરી હાથ પકડી રમીલાભાભી પાસે બેસાડી આવ્યો. ને ફરી ડબ્બાના દરવાજે બેસી આકાશે નજર માંડી..
મનોમન ઈશ્વર પાસે માફી માગી…એ ક્ષણ ને સદા માટે જીવનમાંથી ભૂંસી નાખવા આજીજી કરી..
~~~~~
…અચાનક બ્રેક વાગી..જ્યોતિ એ આંખો ખોલી જોયું તો ઘર આંગણે પહોંચી ગઈ’તી…
બીના રાહ જોતી ઉભી હતી..બંને એકબીજાને ભેટી પડ્યા…રોકી રાખેલા આંસુ સરી પડ્યા….બીનાએ જ્યોતિના માથે હાથ ફેરવ્યો…
ને, નજરોથી જ વાત થઇ ગઈ…..
…..”જ્યોતિ, મારું મન કહે છે એ સાચું છે ને ?”
…….”ને, બીનાદી…મારી લાગણી તમે જ….”
~~~~~
બકુલ આજે પણ જીવંત છે….
બીનાના દિલમાં પ્રેમાળ પતિ..મિત્ર ને જ્યોતિના દિલમાં…???………….ઈશ્વર પણ વિચાર…….
………………………………………………………………………………………આરતી (૨૦.૪.૨૦૧૧)
“સંવેદના” શબ્દ બહુ મોટો નથી પણ સમજનારનુ મન જરુર મોટુ હોવુ જોઇએ.
LikeLike
સચોટ વાત કહી..
LikeLike
સંવેદના” એટલેજ સૌ ની વેદના અને એટલેજ સૌ માં સળવળાટ સમજે તેના માટે આ સંવેદના” ની દુનિયા માં ડોકિયું કરવા જેવું છે…બહુ વિશાલ તેની સૃષ્ટી છે.
LikeLike