મારાં વિષે

મારો પરિચય

Arti

આરતી કિરીટકુમાર શાહ લગ્ન થતાં આરતી બિમલ પરીખ.

મારું મૂળ વતન રાજકોટ, લગ્ન બાદ વડોદરા અને મુંબઈ પછી હાલમાં ખોબર, સાઉદી અરેબિયામાં રહું છું.

સાઈન્સ ગ્રેજ્યુએટ છું.

વાંચવા, લખવાનો નાનપણથી જ શોખ. વાંચનને કૌટુંબિક વારસો પણ કહી શકું.

જનકલ્યાણ,અખંડ આનંદ, નવનીત સમર્પણ અને સમય જતાં ચિત્રલેખા અને રીડર્સ ડાયજેસ્ટ જેવાં મેગેઝીન વાંચી મોટાં થયાં છીએ. શાળાનાં અભ્યાસક્રમ દરમિયાન રામકૃષ્ણ આશ્રમ ખૂબ માનીતી જગ્યા. મારાં નાનાજીએ ઘરમાં જ મીની-લાઈબ્રેરી ઉભી કરી હતી. જ્યાં, પુનિત પ્રકાશનના દરેકે દરેક પુસ્તક વાંચવા મળી શકતાં.

પરંતુ, સમય જતાં કૌટુંબિક જવાબદારીઓમાં વાંચન-લેખન છૂટી ગયું. અહીં, સાઉદી અરેબિયા આવ્યાં બાદ વતનની યાદમાં કહો કે પછી પરિવારની જુદાઈનો ગમ, ફેસબુક અને ઇ-મેલ થકી બધાં સાથે જોડાઈ રહેવાની કોશિષમાં ફરી વાંચનની શરૂઆત થઇ અને સમય જતાં સાવ અજાણ્યાં મિત્રો (virtual friends)ની દિલથી મળતી દાદ થકી ફરી લેખન શરૂ કર્યું.

મારું ધારદાર લેખન મારી બહેન ખ્યાતિ શાહ અને મારાં ફેસબુક મિત્રોના સાથને આભારી છે. ૨૦૧૨માં ફેસબુક મિત્ર અમીત ભરવાડના આગ્રહથી ઓસ્ટ્રેલિયાના ‘સત્ય ટાઈમ્સ’માં ‘સંવેદનાનો સળવળાટ’ કોલમમાં લેખ/લઘુવાર્તા દ્વારા ફરી લેખનની શરૂઆત કરી. ૨૦૧૨માં જ મિત્ર રાજેશ પટેલના આગ્રહ અને સાથ સહકારથી જ “સંવેદનાનો સળવળાટ”  બ્લોગ અસ્તિત્વમાં આવ્યો.

4 me..
My Family is My World..
if U smile..
the NATURE ..the WORLD..
..will smile with U..
ALWAYS be HAPPY..
and
4 that U should…

ALWAYS THINK POSITIVE

ATTITUDE WORKS LIKE MAGIC !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હે ઈશ્વર,
આતમ પ્રકાશે સંધ્યા ખીલી ઘણું છે,
અંતિમ શ્વાસે તારું શરણું મળે ઘણું છે.
_આરતી

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંવેદનાના સળવળાટ

ને

શબ્દોથી

સાહજીકતાથી

સજાવી શકે,

લાગણીના લહેકા

ને

લલનાની લટથી

લિજ્જતથી લુંટી લે,

એ  જ

“લેખક/કવિ”.

                            _આરતી

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છેટો રે’ તો સૌમ્ય,

અડકે તો આગ,

છે આ ‘આરતી’ !!

————————————-

તાળું તોડી કોઈ લૂંટે,
એટલી જિંદગી અમીર પણ નથી,
મૈત્રી ભાવો કદી ખૂંટે,
એટલી ‘આરતી’ ગરીબ પણ નથી!!

————————————-

વાત આ કદી ભલે કહેલી નથી,

જાતથી કદી તને ઠેલી નથી,

છોડવી મને? હવે સહેલી નથી,

‘આરતી’ ગણિતની પહેલી નથી. 

–———————————–

કદી કાગળ પર કવિતા ન લખું એ તો ચાલે,
પણ,
જીવનમાં પવિત્રતા ન રાખું એ નહિ જ ચાલે !!
~~

આરતી બિમલ પરીખ

20 Comments

20 thoughts on “મારાં વિષે

  1. તમારા બ્લૉગને ફોલો કર્યો છે તેથી રચનાઓ મને મળતી રહેશે. તમે લાઈક કરેલું લખાણ વીડીયોરુપે યુટ્યુબ પર મુકાયું છે તે જોયું ?
    બ્લૉગની લીંકઃ
    http://www.forsv.com/sahitya-vishesh/24-oct-2012/
    યુ ટ્યુબની લીંકઃ

    Liked by 1 person

  2. 4 me..
    My Family is My World..
    if U smile..
    the NATURE ..the WORLD..
    ..will smile with U..
    ALWAYS be HAPPY..
    and
    4 that U should…
    (Simple Words but so meaningful…. )

    Liked by 1 person

  3. સારું થયું. તમારો પરિચય થયો. વાંચીને તમારી પસંદ માટે માન થઈ ગયું.
    નેટ ઉપર રસ ઓછો થઈ જવાને કારણે, ફરી અહીં આવી ન શકું તો માઠું ન લગાડતા.

    Liked by 1 person

  4. લો, ફરીથી આવ્યો!
    તમને ‘અહાહા… અરેરે…’ગમ્યું – એ ગમ્યું. મારી ‘ઘાસ’ પરથી રચાયેલી કલ્પનાની વાત છે માટે નહીં, પણ એમાં ‘સ્ક્રેચ’ નું બહુમાન કર્યું છે – એ તમને ગમ્યુંં હશે – એમ માનીને.
    જો તમારો એ દ્રષ્ટિકોણ ન હોય અને માત્ર લખાણની સાહિત્યિકતા કે આધ્યાત્મિકતા જ તમને પસંદ આવી હોય તો આગ્રહભરી વિનંતી છે કે, જરા આ પાસું પણ થોડીક વધારે બારીકાઈથી જોજો. બાળકોના વિકાસ માટે ્તો આ બહુ જ કામની અને ૨૧મી સદીની સવલત છે જ; પણં ૭૦-૮૦ વર્ષના સમેત બધાં પણ આ નવતર ચીજનો પ્રયોગ કરી સર્જનાત્મકતાને એક નવો વળાંક આપી શકે તેમ છે.
    તમારી સાથે આ બાબત અંગત સંવાદ કરવાનું ગમશે. ઈમેલ કરશો તો આભારી થઈશ.

    Liked by 1 person

  5. આરતીબહેન ની પ્રવૃત્તિ થી પ્રભાવિત …પરિચય તો શરૂ માં જ થયેલો… તાજો થયો, પ્રફૂલ્લિત થયો એટલે ખૂબ સારું લાગ્યું.
    હું પણ, મૂળ રાજકોટ, 1967 સુધી 17 પંચનાથ પ્લોટ, ત્યારબાદ 1994 સુધી જનકલ્યાણ
    સોસાયટી…ત્યારથી વર્તમાન….ગાંધીનગર….1/1997 LIC માંથી નિવૃત્તિ… પછી…
    ઔષધ વિહીન સ્વસ્થ જીવન માટે holistic health, alternative healing techniques અને
    સેવા… Spiritual..lઅધ્યાત્મિક …. આનંદ ! વિરમું…

    Liked by 1 person

  6. સંવેદનાના સળવળાટ

    ને

    શબ્દોથી

    સાહજીકતાથી

    સજાવી શકે,

    લાગણીના લહેકા

    ને

    લલનાની લટથી

    લિજ્જતથી લુંટી લે,

    એ જ

    “લેખક/કવિ”.
    આરતીબેન,
    તમારી લેખક/કવિની નવી વ્યાખ્યા ગમી.

    Liked by 1 person

  7. આરતી બહેન, મને pkdavda@gmail.com માં ઈ-મેઈલ મોકલી કોંન્ટેક કરો. તમારો ઈ-મેઈળ ID મળતું નથી. મારે “દાવડાનું આંગણું” વિશે વાત કરવી છે. આપણે ફેસબુકમાં મિત્રો છીયે. ઘણાંબધા કોમન મિત્રો છે. કદાચ તમે મારા નામથી પરિચિત હશો.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s